રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (09:29 IST)

પ્રેમીને પામવા સગીરા ઘરેથી ભાગી, અંજાર બસ સ્ટેશને 3 કલાક રાહ જોઈ પણ પ્રેમીએ દગો દઈ દીધો

181 અભયમ ટિમને કોઈ જાગૃત નાગરિકે છોકરી એકલી છે એવો કર્યો હતો. આ કોલ મળતા જ 181 ની ટીમ અંજાર બસ સ્ટેશને પહોંચી ગઈ. ટીમના કાઉન્સલર નિરૂપા બારડ અને એએસઆઇ રેણુકાબેનએ જઇને જોયું તો બસ સ્ટેન્ડમાં એક સગીર વયની દીકરી બેઠી હતી.આ ગભરાયેલી દીકરી સાથે કાઉન્સલેર નિરૂપાબેને વાત કરતાં જ તે રડી પડી. પછી તેણે પોતાની આપવીતી 181 ટિમ ને જણાવી..જે ખરેખર આજના સમાજ અને યુવાનીના ઉંબરે પગ મુકતી સગીર વયની દીકરીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. મેડમ હું ગુજરાત બહારની વતની છું. અહીં ભાઈ ભાભી સાથે 3 વર્ષથી સાથે રહી મજુરી કામ કરુ છું. મજુરી કામ કરતી કરતી વખતે છેલ્લા છ મહિનાથી બાજુની સાઈડ ઉપર કામ કરતા એક પુરૂષ સાથે મને પ્રેમ થઈ ગયો. વાતચીત થતી.. મળતા પણ હતા પણ આ પ્રેમસંબંધની જાણ મારા ભાઈ ભાભી ને થઈ જતા તેમણે આ સંબધ તોડી નાખવા વાતચિત બંધ કરી દેવા હેરાન કરવાનું શરૂ કર્યું. જેથી હું કંટાળી ગઈ અને પ્રેમી સાથે ભાગી જવાનું નક્કી કર્યું અને પોતે પ્રેમી સાથે કોલ માં વાત કરી. બધું નક્કી કર્યું તે મુજબ પોતે બસ સ્ટેશન આવી ગઈ પણ પોતે 3 કલાક રાહ જોયા પછી પણ પ્રેમી આવ્યો નહિ રાતના 9 વાગવા આવ્યા પણ તેનો ફોનેય સ્વીચ ઓફ આવે છે. એટલે ઘરેથી ભાગી ગયા બાદ હવે હું છેતરાઈ હોઉ એવું લાગે છે અને ફરી સગીરા રડવા લાગી. હિન્દી ભાષા કરતી આ દીકરીની આપવીતી સાંભળ્યા પછી હવે પોતે ક્યાં જવા માંગે છે એમ પૂછતાં પોતે ભાઈ પાસે જવા માંગતી હોવાથી 181ની ટિમ તેને લઇ પરિવાર પાસે લઈ ગઈ આ બાજુ ભાઈ ભાભી પણ શોધખોળ કરતા હતા. આખરે ત્રણેય જણનું 181 ની ટિમએ કાઉન્સલિંગ કરી હળી મળીને રહેવા શીખ આપી અને સગીરા ને પણ હવે પછી એ પુરૂષ સાથે સંબધ ન રાખવા અને ભવિષ્યમાં કોઈની લાગણી કે લાલચમાં ન આવી જવા સમજણ આપી. ભાઈ ભાભીએ પણ 181 ટીમના કાઉન્સલર નિરૂપાબેન નો આભાર માન્યો હતો.