શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (10:02 IST)

Mehsana Accident News- તિરૂપતિ નેચરલ પાર્ક પાસે કરૂણ અકસ્માત, ડમ્પર ચાલકની અડફેટે 3ના મોત

રાજ્યમાં  સતત અકસ્માતના બનાવો વધતા જાયા છે ત્યારે ગત મોડી સાંજે મહેસાણા વિસનગર હાઇવે પર ડમ્પર અને બાચક વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતમાં દાહોદના મજૂર પરિવાર ભોગ બન્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર હાઇવે પર આવેલા તિરૂપતિ નેચરલ પાર્ક નજીક એક ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેડે લેતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતનો ભોગ પરિવાર દાહોદનો રહેવાસી હતો અને જે મહેસાણાના વાલમ ગામે રહી મજૂરી કામ કરતો હતો. 
 
આ અકસ્માતમાં સવાભાઈ હકલાભાઈ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘી મોતને ભેટ્યા છે. ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાના આ પરિવારના લોકોનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.