બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (15:01 IST)

Garlic Peel: લસણની છાલને કચરા તરીકે ફેંકશો નહીં, આ રીતે કરો ઉપયોગ; જબરદસ્ત લાભ થશે

How To Use Garlic Peel: લસણની તાસીર ગરમ હોય છે અને તેમાં એંટી ફંગલ અને એંટી બેક્ટીરિયલ પ્રાપર્ટીજ મળે છે જેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે પણ શું તમે જાણો છો કે લસણના છાલટાનો પણ ઉપયોગ કરી શકાય છે. 
 
Garlic Peel Health Benefits: લસણ અમારા રસોડાના એક મુખ્ય ભાગ છે. ઘણા રેસીપીમાં તેના વગર સ્વાદ જ નહી આવે લસણને ઉપયોગ કરવા માટે અમે તેના છાલટા જરૂર ઉતારીએ છે પણ આ નકામા સમજીને કૂડાદાનમાં ફેંકી નાખીએ છે. પણ શું તમે જાણો છો કે છાલટાના ફાયદા જાણી જશો તો કદાચ આવુ નહી કરશો. આ તમારા શરીર માટે ઘણા પ્રકારથી લાભકારી હોઈ શકે છે. જેના વિશે જાણવુ જરૂરી છે. આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
 
લસણના છાલટાના ફાયદા 
- લસણના છાલટા એંટીવાયરલ, એંટી ફંગલ અને એંટી બેક્ટીરિયલ ગુણથી ભરેલા હોય છે. આ છાલટાને શાક અને સૂપમાં મિક્સ કરી રાંધી શકાય છે જેનાથી ભોજનની ન્યુટ્રીશિયલ વેલ્યુ વધી જાય છે. 
 
- લસણના છાલટા (Garlic Peel) માં એંટી ફંફલ પ્રાપર્ટીઝ ઓય છે આ અમારી ત્વચા માટે ખૂબ લાભકારી થઈ જાય છે. તેથી આ ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તમને લસણ અને તેના છાલટા વાળા પાણીને એફક્ટેડ એરિયામાં લગાવવુ છે. આ પિંપલ્સથી છુટકારો અપાવે છે. 
 
- લસણના છાલટાને વાળ માટે પણ ખૂબ લાભકારી ગણાય છે. જો તમારા માથામાં ડેંડ્રફની પરેશની છે તો લસણના છાલટાનો પાણી કે પેસ્ટ વાળમાં ૱અગાવો. તેનાથી ખોડા અને જૂની સમસ્યા દૂર કરી શકાય છે. લસણના છાલટાના પાણીને ઉકાળીને વાળમાં લગાવી શકો છો.
 
- જો તમને અસ્થમાની પરેશાની છે તો લસણના છાલટાને પહેલા સારી રીતે વાટી લો અને પછી મધને મિક્સ કરી સવાર સાંજે તેનો સેવન કરવું. તેનાથી રોગોથી રાહત મળશે. 
 
- લસણના છાલટાથી પગના સોજાને પણ ઓછુ કરી શકાય છે. તેના માટે  લસણની છાલને પાણીમાં ઉકાળો અને તેમાં પગ બોળી દો. આ દ્વારા ટૂંક સમયમાં રાહત મળશે.