શનિવાર, 16 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Updated : મંગળવાર, 13 જૂન 2023 (19:03 IST)

Cyclone Biporjoy- ગુજરાતનાં 3 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર

gujarat cyclone
ગુજરાતનાં 3 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર
કચ્છ, જામનગર અને દ્વારકામાં રેડ એલર્ટ: 15- 16 જૂને આ વિસ્તારોમાં 135 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાશે, બિપરજોય' પોરબંદરથી 450 KM દૂર, અનેક જગ્યાએ દરિયો તોફાની બન્યો છે. 
 
ચક્રવાત બિપરજોય આજે (રવિવારે) સવારે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 જૂને ગુજરાત  કચ્છ જિલ્લામાં અને પાકિસ્તાનના કરાચી વચ્ચે પહોંચે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય છેલ્લા છ કલાક દરમિયાન 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું, જે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બન્યું હતું.
 
ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 15 જૂનની આસપાસ, તે વાવાઝોડા તરીકે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.