શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (13:25 IST)

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

Diwali 2024 Puja Bhog: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.  આમ તો આખુ વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લાભ થાય છે, પરંતુ દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરીને તેમને નૈવેદ્ય  અર્પણ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા દેવી સંપત્તિનો ભંડાર પણ ખોલે છે.
 
દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનુ વિધાન છે. આવી સ્થિતિમાં મનમાં આ પ્રશ્ન આવે છે કે દેવી લક્ષ્મીને શું ચઢાવવું જોઈએ.
 
દિવાળી પર માતા લક્ષ્મીને શું ચઢાવવું જોઈએ ?
દિવાળી પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કંઈ વસ્તુ અર્પણ કરવી  તે વિશે વેબદુનિયાના જ્યોતિષ અનિરુદ્ધ જોષી એ કહ્યુ કે 'આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને અન્નકૂટનું વિશેષ મહત્વ છે. દેવી લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈઓ ખૂબ જ પસંદ છે, જો ઘરમાં ઘી બનાવીને દેવી લક્ષ્મીને ચઢાવવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂરી કરે છે.