ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (11:41 IST)

નરક ચરુર્દશી શા માટે ઉજવાય છે જાણો નરક ચતુર્દશીની કથા

દિવાળીના એક દિવ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રીએ ભૈરવ, રૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર ભગવાનની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. આ રાત્રિને સિધ્યદાયની રાત્રિ પણ માનવામાં આવે છે તેથી જ આદિ અનાદિકાળથી કાળી ચૌદશની રાત્રે તંત્ર -મંત્ર-યંત્ર સિધ્ધી પ્રયોગો વિશેષ ફળદાયી હોવાથી તેનું મહત્વ છે.
 
આ વર્ષે  ધનતેરસ અને કાળી ચૌદશ એક જ દિવસે એટલે કે 3 નવેમ્બર 2021 ના  રોજ છે. 
 
સામાન્ય લોકો પણ આ રાત્રિએ હનુમાનજીની અનેકવિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્ર્નોને હલ કરી શકે છે. તેમજ સંકટ અને બાધાઓથી મૂકિત મેળવી શકે છે. આ દિવસે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. આ દિવસને નાની દિવાળી પણ કહેવાય છે આ દિવસે સ્નાન કરી શુધ્ધ વસ્ત્ર ધારણ કરી, તિલક કરી પછી દક્ષિણ દિશામાં મુખ રાખી યમરાજને પ્રાર્થના કરવામાં આવે છે. ઘરના દેવસ્થાનમાં, સ્નાનગૃહમાં, રસોઈ ઘરમાં, ગૌશાળામાં, બગીચામાં, તુલસીના છોડ પાસે કરવાથી સકારાત્મકતા મળે છે અને પાપોનો નાશ થાય છે.
 
કેમ ઉજવવામાં આવે છે કાળી ચૌદશ
કાળી ચૌદશ  એટલે ઘરમાંથી કંકાસ  કાઢવાનો દિવસ. કાળી ચૌદશની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
ઉપરાંત આ આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે.
શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.