સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

Pushya Nakshatra 2020: પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ શુભ મુહુર્ત અને શુભ કાર્યો

જ્યોતિષમાં ગ્રહોની સાથે નક્ષત્રોને પણ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, નક્ષત્રોની સંખ્યા 27  છે. આ નક્ષત્રમાં પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે.  પુષ્ય નક્ષત્રના સ્વામી ભગવાન શનિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયી ગ્રહ માનવામાં આવે છે. શનિવારે પુષ્ય નક્ષત્રને કારણે રવિયોગ બની રહ્યો છે 
 
પુષ્ય નક્ષત્ર આ વખતે ખૂબ જ વિશેષ છે. આ વખતે શનિવારે પુષ્ય નક્ષત્ર પડી રહ્યો છે. આ કારણોસર, આ દિવસે રવિયોગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બીજી ખાસ વાત એ છે કે પુષ્ય નક્ષત્ર રવિવારે પણ રહેશે, જ્યારે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર પડે છે તો તેને રવિ પુષ્ય નક્ષત્ર કહેવાય છે. જેનુ વિશેષ ફળ પણ જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલ છે. 
 
પુષ્ય નક્ષત્રમાં  કરો આ કાર્ય 
 
1 હિસાબ કિતાબને લગતા કામ  
 
જે લોકો ખાતાને લગતા કેટલાક કામ કરે છે તેમના માટે આ દિવસ ખૂબ સારો છે. એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં એકાઉંટ અને હિસાબની સંબંધિત કામગીરી શરૂ કરવાથી લાભ થાય છે. સાથે જ આ સમયે, આ નક્ષત્રમાં નવું એકાઉન્ટ અને ખાતાવહી પણ બનાવવી જોઈએ. આ કાર્યો માટે આ નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે.  
 
2 શોપિંગ અને નવી વસ્તુઓ ખરીદી શકો છો 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્ર ગુરુ, શનિ અને ચંદ્રથી પ્રભાવિત છે. તેથી, આ ગ્રહોને લગતી ચીજો ખરીદવી ફાયદાકારક છે. તેથી, આ નક્ષત્રમાં સોનુ, વાહનો અને ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. 
 
3 શુભ કાર્ય શરૂ કરી શકો છો  
 
પુષ્ય નક્ષત્રમાં શુભ કાર્યો પણ કરી શકાય છે. બૃહસ્પતિ, ચંદ્ર અને શનિ સંબંધિત કાર્ય પણ શરૂ કરી શકાય છે. આ દિવસે, તમે મકાન બાંધકામ, ઘર પ્રવેશ, શિક્ષણ, ચિત્રકામ અને સ્થાપના વગેરે શરૂ કરી શકો છો. આ કાર્યો માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
4 પૈસાનું કરી શકો છો રોકાણ   
 
પુષ્ય નક્ષત્ર પણ પૈસાના રોકાણ માટે સારુ માનવામાં આવે છે. તમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિવસે ઈંવેસ્ટમેંટ કરી શકો છો. આ નક્ષત્રમાં રોકાણ કરવાથી કોઈ નુકસાન થતુ નથી. મા લક્ષ્મીનો આશીર્વાદ રહે છે.  
 
5 વૃક્ષારોપણ કરવાથી  સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે
 
પુષ્ય નક્ષત્રમાં કેટલાક છોડ વાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે ફળ અને છાયાદાર વૃક્ષો વાવવાથી અનેક પ્રકારનુ સુખ પ્રાપ્ત થાય છે.  પુષ્ય નક્ષત્રમાં પીપળો અથવા શમીનો છોડ રોપવાથી અને  પૂજા કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે.