બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : સોમવાર, 22 ઑક્ટોબર 2018 (15:15 IST)

દિવાળી ફરસાણ - ફરસી પુરી

મેંદો -  ૫૦૦ ગ્રામ, રવો૧૫૦ ગ્રામ, અજમો 2 ચમચી,  બેકિંગ પાઉડર અડધી ચમચી, મીઠું  સ્વાદ મુજબ મોણ માટે તેલ ૧ ચમચો  તેલ તળવા માટે.
બનાવવાની રીત -  સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો, મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો. તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો