શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : સોમવાર, 7 ઑક્ટોબર 2024 (14:44 IST)

Haryana Election: પરીક્ષા પુરી.. હવે બસ એક દિવસ દૂર છે પરિણામ, જોરદાર ટક્કરવાળી 30 સીટો પર કશુ પણ આવી શકે છે પરિણામ

haryana election
હરિયાણામાં 67.90 ટકા મતદાન નોંધાયુ. મતદાન પુરૂ થયા પછી હવે રાજ્યમાં નવી સરકારની રચનાની ઉંઘી ગણતરી શરૂ થઈ ગઈ છે.  એક્ઝિટ પોલ પછી કોંગ્રેસ ઉત્સાહિત છે. પણ સીમ પદ માટે ખેચતાણ પણ છે.  
 
હરિયાણાની 90 સીટો પર મતદાન પુરૂ થયા પછી રાજ્યમાં નવી સરકારની રચના માટે ઉંઘી ગણતરી. મોટાભાગના એક્ઝિટ પોલે કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળવાનુ અનુમાન બતાવ્યુ છે. દસ વર્ષ પછી હરિયાણામાં સત્તામં આવવાના સંકેત પછી કોંગ્રેસ ખૂબ જ જોશમાં છે. બીજી બાજુ મુખ્યમંત્રીના પદ માટે ખેંચતાણ પણ શરૂ થઈ છે. 
 
બીજી બાજુ એક્ઝિટ પોલને હવા-હવાઈ બતવીને ભાજપા ખુદને ત્રીજીવાર સત્તાની દોડમાં મનબૂતીથી સામેલ થવાનો દાવો કરી રહી છે.. ભાજપાનુ કહેવુ છે કે આઠ ઓક્ટોબરના પરિણામ ચોંકાવનારા હશે. રાજ્યના પ્રમુખ ક્ષેત્રીય દળ ઈનોલોને અગાઉના ચૂંટણી કરતા સુધારાની આશા દેખાય રહી છે. 
 
2019 ના વિસ ચૂંટણીમાં ઈનેલો એક ફક્ત સીટ પર સમેટાઈ ગઈ હતી. આ વખતે તેને તેની જૂની વોટબેંક સાથે ત્રણથી પાંચ બેઠકો મળવાની ધારણા છે. તે જ સમયે, છેલ્લી ચૂંટણીમાં કિંગમેકર બનેલી જનતા જનનાયક પાર્ટી (જેજેપી) અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી પણ રેસમાં ક્યાંય દેખાતી નથી.
 
કોંગ્રેસની જીતમાં જાટ અને દલિતોની જૂથબંધી મહત્વનો ભજવશે ભાગ 
એક્ઝિટ પોલના વલણો અનુસાર, કોંગ્રેસની સત્તામાં વાપસીમાં જાટ, શીખ, મુસ્લિમ અને દલિત મતોનું જૂથવાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઓબીસી અને જનરલ કેટેગરીના કેટલાક મત કોંગ્રેસને પણ જઈ શકે છે. અગાઉની ચૂંટણીઓની ભૂલોમાંથી શીખીને, કોંગ્રેસે શરૂઆતથી જ પક્ષને 36 સમુદાયો (હરિયાણાની તમામ જાતિઓ) તરીકે રજૂ કર્યો.
 
કોંગ્રેસની સૌથી મોટી તાકાત જાટ મતોનું એકત્રીકરણ છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પોતાને મજબૂત જાટ નેતા બતાવીને આ વોટબેંકને પ્રાદેશિક પક્ષોમાં વહેંચવા દીધી ન હતી. કોંગ્રેસે પણ ચૂંટણીના 48 કલાક પહેલા ભાજપના દલિત નેતા અશોક તંવરને સામેલ કરીને ભાજપની દલિત કાર્ડની રણનીતિને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. 
 
ખેડૂત અને કુસ્તીબાજ આંદોલન અને અગ્નિવીરની યોજનાને લઈને ભાજપ સામેના ગુસ્સાનો ફાયદો કોંગ્રેસને પણ થતો જણાય છે. એક્ઝિટ પોલથી ઉત્સાહિત ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું- લોકોએ તેમનું સમર્થન કર્યું
 
 ત્રીજી વખત સરકાર બનાવવાના સૈનીના દાવા પર તેમણે કહ્યું- તેમની પાસે જુઠ્ઠાણાની દુકાન છે. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાના દાવા પર કે સત્તાની ચાવી તેમની પાસે જ રહેશે, હુડ્ડાએ કહ્યું- 8 ઓક્ટોબરે ખબર પડશે કે તેમની ચાવીઓ ખોવાઈ ગઈ છે.
 
ભાજપ હજુ પણ આશાને પકડી રાખે છે
એક્ઝિટ પોલની અવગણના કરીને ભાજપ હજુ પણ આશાવાદી છે. તેની આશાનો આધાર ઓબીસી, જનરલ કેટેગરીની વોટ બેંક અને સરકારના લાભાર્થી છે. પાર્ટીનું કહેવું છે કે જો સરકાર વિરુદ્ધ સત્તા વિરોધી લહેર હોત તો વોટ ટકાવારી વધી હોત, પરંતુ આ વખતે વોટિંગ ટકાવારીમાં ઘટાડો થયો છે.
 
ભાજપાના કૈડર વોટનુ ઘરેથી ન નીકળવાના દાવા પર પાર્ટીનુ કહેવુ છે કે આ વખતે પાર્ટી કાર્યકર્તાએ 2019ની ચૂંટણીથી વધુ મહેનત કરી છે. પાર્ટીનુ બૂથ મેનેજમેંટ સફળ રહ્યુ છે. પાર્ટીનો દાવો છે કે 30 થી વધુ એવી સીટો છે જ્યા ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકબલો છે આ સીટો પર જીત હારનુ અંતર ખૂબ ઓછુ રહેશે અને કોઈ પણ ઉલટફેર થઈ શકે છે. 
 
બીજી બાજુ  ભાજપની નજર પણ અપક્ષ ઉમેદવારો પર છે. ચૂંટણીમાં છ અપક્ષ ઉમેદવારો મજબૂત દેખાઈ રહ્યા છે. સાથે જ સીએમ નાયબ સિંહે કહ્યું - વોટિંગ સમાપ્ત થયા પછી તેમની પાસે આવી રહેલા અહેવાલોના આધારે, હું નિશ્ચિતપણે કહી શકું છું કે અમે ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.
 
સાથે જ  ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીએ કહ્યું - અમારા કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે. તેમની પાસે જે રિપોર્ટ આવ્યો છે તેના આધારે તેમાં કોઈ શંકા કે આશંકા નથી. અમે ત્રીજી વખત 100 ટકા સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તેણે કહ્યું કે અમે ગ્રાઉંડ પર કામ કરીએ છીએ અને અમને અમારી રિપોર્ટ પર પૂરો વિશ્વાસ છે. 
 
જજપાનો વોટ બેંક કોંગ્રેસ અને ઈનેલોમાં શિફ્ટ 
અગાઉની ચૂંટણીના કિંગમેકર જજપા એક્ઝિટ પોલમાં એકદમ સ્પષ્ટ જોવા મળી છે. 2019ની ચૂંટણીમાં જજપાને લગભગ 14.9 ટકા વોટ મળ્યો હતો. રાજ્યમાં સતત બીજીવાર ભાજપાની સરકાર બનાવવામાં તેમનો મહત્વનો રોલ હતો. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જજપાને અગાઉ જાટોએ ત્રીજા વિકલ્પના રૂપમાં પસંદ કર્યા હતા. જજપાને મળેલ 14.9 ટકા વોટ કોંગ્રેસ અને ઈનેલોમાં શિફ્ટ થઈ ગયા. ચંદ્રશેખર આઝાની સમાજ પાર્ટી સાથે ગઠબંધનની કોઈ ખાસ અસર જોવા ન મળી. 
 
ઈનેલોને અગાઉની ચૂંટણી કરતા વધુ સીટો મળશે 
લગભગ બધા એક્ઝિટ પોલમાં ઈનેલો-બસપા ગઠબંધનને ત્રણથી પાંચ સીટોનુ અનુમાન બતાવાયુ છે. 2019ના ચૂંટણીમાં ઈનેલોને 2.5 અને બસપાને 4.2 ટકા વોટ મળ્યા હતા. ઈનેલોને ફક્ત એક સીટ મળી હતી. આ વખતે બસપા અને જજપાને કેટલીક વોટ બેંક મળવાથી ઈનેલોને આઠથી દસ ટકા વોટ મળી રહ્યા છે. જેને કારણે તેમને પાંચ સીટો મળી શકે છે. ઈનેલો નેતા અભય સિંહ ચૌટાલાએ કહ્યુ કે આ લોકોના આંકડા હંમેશા ખોટા રહ્યા છે. 
 
હવે એક વાર ફરી ખોટા સાબિત થશે. એક્ઝિટ પોલ એમપી અને છત્તીસગઢના પણ આવ્યા હતા. જેમા કોંગ્રેસની જીત બતાવી હતી. પણ બની ભાજપાની સરકાર. તેમણે સંપૂર્ણ વિશ્વાસ સાથે કહ્યુ કે ચૂંટણી પરિણામ ઈનેલો-બસપા ગઠબંધનના પક્ષમાં આવશે. હરિયાણામા ભાજપા અને કોંગ્રેસને પૂર્ણ બહુમત નહી મળે અને સત્તા બનાવવામાં તેની ભૂમિકા કિંગમેકરની રહેશે. 
 
 
દિલ્હી-પંજાબ જેવો AAPનો ચમત્કાર હરિયાણામાં ન ચાલ્યો
એક્ઝિટ પોલ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં કબજો જમાવ્યો નથી. હરિયાણામાં એકલા હાથે લડીને પાર્ટીને નુકસાન થયું છે. સીએમ પદ માટે સ્થાનિક ચહેરાના અભાવે મતદારોએ પાર્ટીથી દૂરી લીધી છે. ગત ચૂંટણીમાં પાર્ટીએ 46 બેઠકો પર ચૂંટણી લડી હતી. તમામ સીટો પર તેમની ડિપોઝીટ જપ્ત થઈ હતી અને તેમને માત્ર 0.5 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસ 40 ટકાથી વધુ વોટ મેળવશે તો જ એકલા હાથે સરકાર બનાવશે.
 
છેલ્લી કેટલીક ચૂંટણીઓના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસને 40 ટકાથી વધુ મત મળશે તો જ તે એકલા હાથે સરકાર બનાવી શકશે. 2005માં કોંગ્રેસને 42.5 ટકા વોટ મળ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસને 67 બેઠકો મળી હતી. 2009માં જ્યારે તેને 40 ટકાથી ઓછા મત મળ્યા ત્યારે કોંગ્રેસની બેઠકો ઘટીને 40 થઈ ગઈ. સાથે જ જો કોંગ્રેસની વોટ ટકાવારી વધે અને ભાજપની વોટબેંક સ્થિર રહે તો ત્રીજા પક્ષની ભૂમિકા પણ ખતમ થઈ જાય છે.
 
 2005 માં, જ્યારે તેને 42 ટકા મત મળ્યા, ત્યારે ત્રીજા પક્ષોની કોઈ ભૂમિકા નહોતી. તે જ સમયે, 2019 માં, જ્યારે કોંગ્રેસની મત ટકાવારી 30 ટકાથી નીચે આવી ગઈ, ત્યારે જેજેપી ત્રીજા પક્ષ તરીકે ઉભરી. કોંગ્રેસ આ વાત સારી રીતે સમજે છે, તેથી જ તેણે આ ચૂંટણીમાં ત્રીજા પક્ષની ભૂમિકાને ઉભરવા દીધી નથી.
 
AAP સાથે ગઠબંધન કર્યું નથી અને INLD અને JJPને પણ મહત્વ આપ્યું નથી. બીજી તરફ છેલ્લી ચૂંટણીમાં ભાજપની મતદાન ટકાવારી વધી હતી, પરંતુ બેઠકો ઘટી હતી. ગત વખતે ભાજપને 36.7 ટકા મત મળ્યા હતા. 40 બેઠકો હતી. 2014માં તેને 33.3 ટકા વોટ અને 47 સીટો મળી હતી.
 
કોંગ્રેસમાં સીએમ પદ માટે દાવો
કોંગ્રેસની સરકાર બનાવવાની અટકળો વચ્ચે પાર્ટીમાં સીએમ પદ માટે ખેંચતાણ વધી છે. કોંગ્રેસમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સીએમ પદના પ્રબળ દાવેદાર તરીકે ઓળખાય છે.  ટિકિટ વિતરણમાં કોંગ્રેસ હાઈકમાન્ડે હુડ્ડાની પસંદગીના 72 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. શરૂઆતથી અત્યાર સુધી હુડ્ડા કહેતા આવ્યા છે કે તેઓ ન તો થાક્યા છે કે ન તો નિવૃત્ત થયા છે. કોંગ્રેસ જ સરકાર બનાવશે.
 
સીએમ કોણ બનશે તે હાઈકમાન્ડ કરશ ફાઈનલ 
 એવી પણ ચર્ચા છે કે હુડ્ડા રેસમાંથી બહાર થઈ જાય તો તેમના પુત્ર દીપેન્દ્ર હુડ્ડા પણ સીએમની ખુરશીના પ્રબળ દાવેદાર બની શકે છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પછી તેમણે સૌથી વધુ પ્રચાર કર્યો છે.  સાથે જ હુડ્ડાના કટ્ટર વિરોધી અને સિરસાના સાંસદ કુમારી સેલજાને પણ સીએમ પદના મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. 
 
તેણે અનેક પ્રસંગો અને ઈન્ટરવ્યુમાં પોતાના દાવાને નકારી કાઢ્યો નથી. એક અગ્રણી દલિત ચહેરો હોવા ઉપરાંત, ગાંધી પરિવાર સાથેની તેમની નિકટતા તેમના દાવાનો મુખ્ય આધાર છે. આ ઉપરાંત રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાન પણ સીએમ પદની રેસમાં ડાર્ક હોર્સ જેવા છે.