શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Modified: શનિવાર, 5 ઑક્ટોબર 2019 (17:14 IST)

દશેરા 2019 - સફળતા અને ધન મેળવવા માટે દશેરાના દિવસે કરો આ 5 ઉપાય

દુર્ગુણોના પર્યાય રાક્ષસ રાવણ પર વિજયના ઉપલક્ષ્યમાં વિજયાદશમીનો તહેવાર ઉજવાય છે. દશેરાનો તહેવાર અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની દશમીના રોજ ઉજવાય છે. શાસ્ત્રો મુજબ આ દિવસે લોકો શસ્ત્ર પૂજા પણ કરે છે. જેનાથી દુશ્મનોપર વિજય પ્રાપ્ત કરી શકાય્ પણ આ ઉપરાંત બીજા અનેક ઉપાય છે. જેને લોકો સંપન્નતા અને એશ્વર્ય પ્રાપ્ત કરવા માટે અપનાવે છે.  તો તમે પણ જાણી લો આ ઉપાય 
 
1. દશેરાના દિવસે બપોરે ઈશાન ખૂણામાં ચંદન કુમકુમ અને ફુલથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવો અને દેવી વજિયાનુ સ્મરણ કરી તેની પૂજા કરો. ત્યારબાદ શમી વૃક્ષની પૂજા કરી વૃક્ષ પાસે થોડી માટી લઈને તમારા ઘરમાં મુકો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી રોકાયેલા કાર્ય બને છે અને ગરીબી આવતી નથી. 
 
2.જો તમે કાયદાકીય દાવ પેચથી પરેશાન છો કે પછી કોઈ કેસમાં ફસાયા છો તો દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરો અને સાંજે તેના નીચે દીવો પ્રગટાવો. આવુ કરવાથી કોર્ટના કેસમાં વિજય મળે છે. 
અને ધનની પ્રાપ્તિ થાય છે. 
 
3. ભગવાન હનુમાન સંકટમોચન પણ કહેવાય છે. જો તમારી સામે કોઈ પ્રકારનુ સંકટ છે તો દશેરાના દિવસે સવારે ગોળ ચણા અને ચણા અને સાંજે લાડુનો ભોગ લગાવીને પ્રાર્થન કરો તેનાથી હનુમાનજી તમારી રક્ષા કરશે. 
 
4. કોઈપણ ક્ષેત્રમાં વિજય મેળવવા માટે દશેરાના દિવસે દેવી પૂજન કરો અને તેને 10 ફળ ચઢાવીને ગરીબોમાં વહેંચો. દેવી મા ને ફળ ચઢાવતી વખતે ૐ વિજયાયૈ નમ મંત્રનો જાપ કરો આ ઉપાય તમે દશેરાના દિવસે બપોરે કરો. 
 
5. કોઈને પોતાના ખરાબ કાર્યો માટે યમલોકનો ભય સતાવી રહ્યો હોય તો દશેરાના દિવસે મા કાળીનુ ધ્યાન કરતા તેમની પાસે ક્ષમા માંગો અને કાળા તલ ચઢાવો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી યમલોકની યાતનાઓનો ભય સતાવતો નથી.