શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ફરાળી વાનગીઓ
Written By કલ્યાણી દેશમુખ|

સીંગદાણાના લાડુ

સામગ્રી - ૫૦૦ ગ્રામ સેકેલા સીંગદાણા, 200 ગ્રામ ગોળ, 50 ગ્રામ ચોખ્ખું ઘી. વાટેલી ઈલાયચીનો પાવડર બે ચમચી, કાજુ-બદામ કતરેલા અડધો કપ, કિશમિશ 50 ગ્રામ. 

બનાવવાની રીત - સૌ પ્રથમ સીંગદાણાને છોલી નાંખવા. મિક્સરમાં સીંગદાણા, ઝીણો સમારેલો ગોળ, ઈલાયચી પાવડર, કાજુ-બદામ ક્રશ કરવું. વધુ ઝીણુ નહીં થોડું કરકરું રાખવું. એક થાળીમાં કાઢી લેવું. તેમાં કિશમિશ અને ઘી સાઘારણ ગરમ કરીને નાખવુ. મિશ્રણને હાથ વળે સારી રીતે મિક્સ કરી નાના-નાના લાડુ વાળવા. આમાં ખજૂરના કટકા, સેકેલા શિંગોડાનો લોટ, સૂંઠ અને તલ કોપરું પણ નાંખી શકાય.