1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (12:16 IST)

ગણેશ ચતુર્થી પર સોપારીનો આ અચૂક ઉપાય, બધા કષ્ટ થશે દૂર થઈ જશો માલામાલ

કહેવાય છે કે જ્યા ગણેશજીની રોજ પૂજા અર્ચના થાય છે ત્યા  રિદ્ધિ સિદ્ધિ અને શુભ લાભનો વાસ રહે છે.  આવા સ્થાન પર અમંગલકારી ઘટનાઓ અને દુખ દરિદ્રતા આવતી નથી. શાસ્ત્રો મુજબ ગણેશજીનુ પ્રતિક સ્વરૂપ સોપારેને પણ માનવામાં આવે છે. પૂજાની સોપારી પર જનોઈ ચઢાવીને જ્યારે પૂજા કરવામાં આવે છે તો આ અખંડિત સોપારી ગૌરી ગણેશનુ રૂપ બની જાય છે. ગણેશ ચતુર્થી પર નાનકડી સોપરી તમારુ જીવન બદલી શકે છે. 
આવો જાણો પૂજાની સોપારીના ચમત્કારી ઉપાય જે ગણેશ ચતુર્થીના દિવસોમાં કરવાથી લાભ મળશે. 
 
- પૂજાની સોપારી પૂર્ણ અને અખંડિત હોય છે. તેથી તેને પૂજા સમયે ગૌરી ગણેશનુ રૂપ માનીને તેના પર જનોઈ ચઢાવવામાં આવે છે. પછી એ પૂજાની સોપારીને તિજોરીમાં મુકવી જોઈએ. કારણ કે જ્યા ગણેશજી મતલબ બુદ્ધિના સ્વામીનો વાસ હોય છે ત્યા લક્ષ્મીનો નિવાસ હોય  છે.  તેનાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાઈ નિવાસ રહે છે. 
 
-  જો કોઈ કમ અનેક દિવસો સુધી રોકાયેલુ પડ્યુ છે નથી થઈ રહ્યુ તો ગણેશ ચતુર્થીના દિવસે જમણી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીના ચિત્રની લવિંગ અને સોપારીથી પૂજા કરો. હવે જ્યારે ક્યારેય પણ કામ પર જવુ હોય એક લવિંગ નએ સોપારી તમારી પાસે રાખી લો. કામના સમયે લવિંગને તમારા મોઢામાં મુકીને ચૂસો. આ દરમિયાન જય ગણેશ કાટો ક્લેશ નો જાપ કરતા રહો. ઘરે આવ્યા પછી સોપરીને પરત ગણેશજીના ફોટો સામે મુકી દો. આ ઉપાય તમારા કાર્યને સફળ બનાવશે. 
 
- સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રીગણેશ મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદુરમાં ઘી મિક્સ કરીને કે કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વસ્તિક બનાવો. હવે તેના પર લાલ નાડાછડીમાં એક સોપારી લપેટીને મુકો. આ શ્રીગણેશનુ સ્વરૂપ માનવામાં આવે છે. આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ જ મંગળ થશે. 
 
- નોકરીમાં તકલીફ પડી રહી હોય કે લગ્ન ન થઈ રહ્ય અહોય તો ગણેશ ચતુર્થીના દિવસે એક પીળા કપડુ લો નએ તેમા એક સોપારે મુકો. હવે ગણેશજી સાથે સોપારી પર પણ કુમકુમ લગાવીને ગણપતિનુ ધ્યાન કરો. પછી ચોખા નાખો. કપડાને લપેટીને તિજોરીમાં મુકી દો. 
 
- ઘરમાં સકારાત્મકતા લાવવા સુખ શાંતિ માટે પૂજાના સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષિણ દિશામાં મુકી દો. 
 
- કોઈ ખાસ કામથી બહાર જઈ રહ્યા છો તો તેમા સફળતાને આશા રાખો છો તો ગણેશજીની મૂર્તિ સામે બે સોપારી અનેબે ઈલાયચી મુકો.  આ ઈલાયચી અને સોપારી તામરા ખિસ્સામાં મુકી લો. તમારુ કામ બની જશે. 
 
- ઘરમાં ઘનની કમીથી ક્લેશ થતો હોય તો ગણેશ ચતુર્થીના દિવસો દરમિયાન ભગવાન ગણેશને એક સોપારી કેટલાક ચોખાના દાણા અનીક શ્રીયંગ્ર ભેટ્કરો. પૂજા પછી ત્રણેય વસ્તુઓ તિજોરીમાં મુકી દો. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે.