છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 75 નવા કેસો અને 4 લોકોના મોત, કોવિડ -19 ના અત્યાર સુધીમાં 724 કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 75 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસના ચેપને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં ડાયાબિટીઝ અને હાયપર ટેન્શનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ લુવ અગ્રવાલે શુક્રવારે (27 માર્ચ) પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ ચેપ દરમિયાન થતી તંગીને ધ્યાનમાં રાખીને સરકારી બીઈએલને 30,000 વેન્ટિલેટર બનાવવાનું કહેવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વમાં અમેરિકા હવે કોરોના વાઇરસનું કેન્દ્રબિંદુ બની ગયું છે, અહીં પૉઝિટિવ કેસોની સંખ્યા 82,400 કરતાં પણ વધી ગઈ છે, જ્યારે 1100 લોકોનાં મૃત્યુ થયાં છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના તાજેતરના આંકડા મુજબ, ચીનમાં 81,782 અને ઇટાલીમાં 80,589 કેસ નોંધાયેલા છે. આમ અમેરિકા હવે વિશ્વમાં સૌથી વધુ કેસ ધરાવતો દેશ બની ગયો બીજી બાજુ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ, અમેરિકામાં સૌથી વધુ ટેસ્ટિંગ થઈ રહ્યું છે એટલે ત્યાં કેસોની સંખ્યા પણ વધુ નોંધાઈ રહી છે. તેમણે ચીન દ્વારા બહાર પાડવામાં આવેલાં આંકડા પ્રત્યે પણ સંશય વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે વર્જિનિયા ખાતે અમેરિકાની નેવીની હૉસ્પિટલ-શિપ મોકલવાની પણ જાહેરાત કરી હતી.
ભારતમાં કેસોની સંખ્યા 700 નજીક, 16 લોકોનાં મૃત્યુ
ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 16 થઈ ગઈ છે. આંદમાન નિકોબાર, ઓરિસ્સા અને જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ સમેત અનેક રાજ્યોમાં નવા કેસો સામે આવ્યા છે તો મુંબઈમાં એક 65 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. ગોવામાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી ભારતમાં કોરોના વાઇરસ કૉવિડ-19થી સંક્રમિત લોકોની સંખ્યા 694 થઈ ગઈ છે તો 16 લોકોનું મૃત્યુ થયું છે.
કોરનાના કેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં દેશોને બરબાદ થઈ રહેલી અર્થવ્યવસ્થામાં ગરીબોને યોગ્ય મદદ માટે નક્કર આયોજન કરવા અપીલ કરી છે.
કોરોના વાઇરસની મહામારી સાથે અમેરિકામાં મહાબેકારી
વિશ્વની મહાસત્તા અમેરિકા કોરોના વાઇરસની સામે ઝઝુમી રહી છે. અમેરિકામાં કોરોના વાઇરસના અંદાજે 70,000 કન્ફર્મ કેસો છે અને 1050 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સમયે બેરોજગારીનું પણ વિક્રમજનક ચિત્ર સામે આવી રહ્યું છે. અમેરિકાના શ્રમવિભાગના આંકડાઓ મુજબ ગત અઠવાડિયે 33 લાખ લોકોએ બેરોજગાર હોવા પર મળવાપાત્ર લાભો માટે અરજી કરી છે. આ અગાઉ 1982માં મોટી સંખ્યામાં અમેરિકામાં બેરોજગારી વધી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કોરોના વાઇરસની મહામારીને પગલે 2 ટ્રિલિયન ડૉલરનું પૅકેજ જાહેર કર્યું છે. કોરોના વાઇરસની મહામારીને પગલે અમેરિકામાં આંશિક લૉકડાઉનની સ્થિતિ છે. જાહેર સ્થળોએ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને હવાઇસેવાને પણ મર્યાદિત કરી દેવાઈ છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનો કંટાળો આવે છે? તો આ સમજો.
ભારતમાં કોરોના વાઇરસનો ચેપ વધારે ન ફેલાય તે માટે 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર લોકોને સામાજિક અંતર જાળવાની અપીલ કરી રહી છે. જોકે, ઘણે ઠેકાણે લૉકડાઉનના આદેશનો ભંગ થયાની ઘટના પણ બની રહી છે. જો તમને પણ આ સોશિયલ ડિસ્ટન્સિંગ કેમ રાખવું જોઈએ એ અંગે અસમંજસ હોય કે કંટાળો આવતો હોય તો...