1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 9 એપ્રિલ 2014 (11:20 IST)

વડોદરા એરપોર્ટ મુસ્લિમ સમાજ દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત

W.D

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ત્યારે આતંકી હુમલાના એલર્ટને કારણે સમગ્ર શહેરને લશ્કરી છાવણાીમાં ફેરવાયું છે. ઈન્ટેલીજન્સ બ્યુરોના દ્વારા નરેન્દ્ર મોદીને મારવા કોઈ માનવ બોમ્બ પણ આવી શકે છે. મોદી જે રુટ પરથી ઉમેદવારી પત્રક ભરવાના છે તે રૃટ પર કમિશ્નર દ્વારા નો એન્ટ્રી અને પાર્કિંગની સુચના અપાઈ છે.

આ રુટ પર સવારના 10.00 કલાકની આસપાસ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના રોડ-શો સમયે હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી કલેકટર ઓફિસ સુધીનો માર્ગ પર મુસ્લિમ સમાજના અગ્રણીઓની પણ ભીડ જવા મળી હતી. જેઓએ મોદીની તરફેણમાં નારા લગાવ્યા હતા.
મોદી ચાર ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં એક ચા વાળા ભાઈનો પણ સમાવેશ થયો છે.

મોદીની સુરક્ષા માટે ચાર એસપી, દસ ડિવાયએસપી, 50 પીઆઈ, 150 પીએસઆઈ સહિત 1100 પોલિસ કર્મીઓ ખડેપગે રહેશે. મોદીના રૃટમાં કિર્તી સ્તંભ સર્કલ, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલ કોટ, રાવપુરા વિસ્તાર સુધીના રૃટ પર વાહનોની પ્રવેશ બંધી કરી છે.