સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2017 (16:20 IST)

ઓખીના ખતરા બાદ ભૂકંપનો 3.1ની તીવ્રતાનો આંચકો , રાજકોટ અને કચ્છમાં અનુભવાયો આંચકો

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પર ઓખી વાવાઝોડાનો ખતરો મંડારાયેલો હતો. આ ખતરો આજે ટળ્યો છે ત્યારે રાજકોટમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.1ની હતી. તેમજ આ આંચકાથી મોટાભાગના લોકો અજાણ હતા. જ્યારે કેટલાક લોકોએ આંચકો અનુભવતા ગભરાટ ફેલાયો હતો. 3.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ પૂર્વ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આંચકાની વધુ અસર જોવા મળી નથી. આંચકાની તીવ્રતા હળવી હોવાથઈ લોકોને પણ આ અંગે ખબર નથી. આ ઉપરાંત કચ્છમાં પણ ઘણા સમય બાદ આજે બપોરે 11.15 વાગે રાપરમાં 1.8ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અમુભવાયો હતો.