બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (11:27 IST)

ગુજરાતની 30 બેઠકો પર અમિત શાહે નક્કી કરેલા સંભવિત ઉમેદવારો

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે ઉમેદવારોની પસંદગી માટેની પેનલને આખરી ઓપ આપ્યો છે. સૂત્રોની માહિતી મુજબ 30થી વધુ બેઠક પર 3ની પેનલમાંથી એક ઉમેદવારનું નામ નક્કી કરાયું છે, જેમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓનાં નામો સહિત વ્યક્તિગત ઈમેજને કારણે પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેવા નામોની પસંદગી કરવામાં આવી છે.અમિત શાહે છેલ્લી ઘડીએ 20થી 22 બેઠક પર 5 ઉમેદવારની પેનલ તૈયાર કરી છે. સ્વચ્છ છબિ ધરાવતા યુવાનોના ડિટેઇલ રિપોર્ટની ફરી સમીક્ષા કરાઈ છે. જેને જ્ઞાતિના આધારે સ્થાન અપાઈ શકે છે. આ છે સંભવિત ઉમેદવારો
રાજકોટ ( પશ્ચિમ) - વિજય રૂપાણી
મહેસાણા- નિતીન પટેલ
ધોળકા- ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
વટવા- પ્રદિપસિંહ જાડેજા
પોરબંદર - બાબુ બોખિરિયા
માંગરોળ - ગણપત વસાવા
ચાણસ્મા - દિલીપ ઠાકોર
વાવ- શંકર ચૌધરી
જામજોધપુર- ચિમનભાઈ સાપરીયા
જયેશ રાદડિયા- જેતપુર
ગઢડા- આત્મારામ પરમાર
હાલોલ - જયેન્દ્રસિંહ પરમાર
ભાવનગર (ગ્રામ્ય) પરષોત્તમ સોલંકી
આણંદ - રોહિત પટેલ
ભાવનગર (પશ્ચિમ) જીતુ વાઘાણી
સિદ્ધપુર - જયનારાયણ વ્યાસ
ઈડર - રમણલાલ વોરા
રાજુલા - હીરા સોલંકી
લાઠી - બાવકુ ઉઘાડ
શહેરા - જેઠા ભરવાડ
અંજાર- વાસણ આહિર
દસક્રોઈ - બાબુ પટેલ
જૂનાગઢ - મહેન્દ્ર મશરૂ
ભરૂચ- દુષ્યંત પટેલ
મજૂરા- હર્ષ સંધવી
વાઘોડિયા - મધુ શ્રીવાસ્તવ
ભાવનગર (પૂર્વ) - વિભાવરી દવે
લિબાયત - સંગીતા પાટીલ
વડોદરા શહેર - મનિષા વકીલ
વિરમગામ - તેજશ્રીબેન પટેલ