શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (12:04 IST)

કોંગ્રેસની નવસર્જન યાત્રાનો અંતિમ દિવસ, રાહુલ ગાંધીએ દલિતોના ‘વીર મેઘમાયા’ મંદિરે કર્યા દર્શન

વિધાનસભાની ચૂંટણી ઉંબરે આવી છે ત્યારે કોંગ્રેસે શરૂ કરેલી નવસર્જન યાત્રાના ચોથા તબક્કામાં ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આજે પાટણની મુલાકાતે છે. કાલે બીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંબાજીથી ડીસા, પાલનપુર થઈ પાટણ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી આજે પાટણના વીર મેઘમાયા મંદિરે દર્શન કર્યા હતાં. ત્યારે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી ત્રીજા દિવસના પ્રવાસની શરૂઆત કરશે. 

વીર મેઘમાયા મંદિર દલિતોનું મહત્વુનું સ્થાન છે. વીર મેઘમાયા શહીદ થયા હતાં અને તેઓ 32 લક્ષણા પુરુષ હોવાની લોકવાયકા છે. સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી માટે વીર મેઘમાયાએ બલિદાન આપ્યું છે. સિદ્ધરાજ જયસિંહે વીર મેઘમાયા સ્મારક બનાવ્યું હતું. વીર મેઘમાયાએ યજ્ઞવેદીમાં બલિદાન આપ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી હારીજ, બહુચરાજી અને મહેસાણમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલગાંધી મહેસાણમાં મહિલા અધિકાર સભાને સંબોધન કરશે. આ અગાઉ રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. જ્યાં રાહુલ ગાંધીએ સભા બાદ લોકોનું અભિવાદન ઝીલતા પાટીદાર યુવાનોએ જય સરદારની ટોપી આપતા રાહુલ ગાંધીએ ટોપી પહેરી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પાટણ ખાતે મોડી રાત્રે બંસી કાઠિવાડી નામના ઢાબા પર કાઠીયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો.