શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શનિવાર, 28 ઑક્ટોબર 2017 (12:51 IST)

મુખ્યપ્રધાન રૂપાણીએ એહમદ પટેલ પર ત્રાસવાદીઓને નોકરી રાખવાના મૂકયા ગંભીર આરોપ

તાજેતરમાં જ ગુજરાત એટીએસ એ આઇએસને બે ત્રાસવાદીઓની ધરપકડ કરી હતી. આ ત્રાસવાદીઓ અમદાવાદમાં મોટો હૂમલો કરવાની ફિરાકમાં હતાં.  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે ગરમ થઈ રહેલા માહોલમાં  મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ સનસનીખેજ ખુલાસો કર્યો હતો. તેમણે આરોપ મૂકયો છે કે કૉંગ્રેસ નેતા એહમદ પટેલના સંરક્ષણવાળી હોસ્પિટલમાં ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ નોકરી કરતા હતા.

આ બાબતને લઇ તેમણે રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો અને એહમદ પટેલ પાસેથી રાજીનામું માંગ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે ખૂંખાર આતંકી મોહમ્મદ કાસિમ જે ભરૂચ હોસ્પિટલમાં નોકરી કરતા હતા તેના કર્તા-હર્તા એહમદ પટેલની જ છે. રૂપાણીએ આ બાબતે કૉંગ્રેસના નેતા એહમદ પટેલ પાસે સફાઇ માંગી છે. સીએમ વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ બાદ ખુદ એહમદ પટેલે એક સાથે કેટલીય ટ્વીટ કરીને પોતાનો પક્ષ મૂકયો. તમામ આરોપોને નકાતા તેમણે બાબતે સ્પષ્ટતા આપતા કહ્યું કે મારી ઉપર ભાજપાની તરફથી લગાવામાં આવેલા તમામ આરોપો નિરાધાર છે. હું ત્રાસવાદીઓની ધરપકડ માટે ગુજરાત એટીએસને ઘન્યવાદ આપું છું. 

તેઓ આ ત્રાસવાદીઓની વિરૂદ્ધ કડક અને ઝડપથી કાર્યવાહી કરવાની માંગણી કરું છું. તેમણે આરોપોને નિરાધાર બતાવતા કહ્યું કે શાંતિથી પ્રેમ કરના ગુજરાતીઓને ત્રાસવાદથી લડવાના નામ પર વહેંચશો નહીં. ગુજરાત કૉંગ્રેસના ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ‘કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે તો સુરક્ષાની જવાબદારી કોની’. આમાં કોંગ્રેસ કે અહમદ પટેલ શું કરે. અમે તો કહી છીએ કે આવા ત્રાસવાદીઓને ફાંસીના માચડે ચડાવી દો.  ભરતસિંહ જણાવે છે કે ખોટી આક્ષેપ બાજી કર્યા વગર સરકાર સુરક્ષામાં ધ્યાન આપે. કોંગ્રેસ તો કહે છે કે આ એક રાજકીય સ્ટંટ છે , ચૂંટણી આવતા જ ત્રાસવાદીઓ પકડાવા મંડ્યા કેમ. આંતકીઓ પર યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસ ભાજપ સરકારની સાથે છે. અહમદ પટેલે આ યુવાનને નોકરી રાખ્યો ન હતો. એ તો માત્ર ટ્રસ્ટી જ હતા. ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહને પણ આડે હાથ દીઘા હતા. કૉંગ્રેસના મીડિયા પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે ચૂંટણી પહેલાં હતાશ ભારતીય જનતા પાર્ટી હવે રાજનીતિ પર ઉતરી આવી છે. અહેમદ પટેલે હોસ્પિટલમાંથી 2014મા જ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ કોઇપણ પ્રકારની હોસ્પિટલ સાથે જોડાઇ રહ્યાં છે. એવામાં જો કોઇ વ્યક્તિ આરોપમાં હવે પકડાય છે તો 2014ની હોસ્પિટલના ટ્રસ્ટીને જવાબદાર કેવી રીતે ગણાવી શકાય છે.