રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (12:47 IST)

કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન નહીં, હવે અલગથી ચૂંટણી લડશે

કોંગ્રેસ અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી) વચ્ચેનું ચૂંટણી ગઠબંધન સધાઇ શક્યું નહોતું,શનિવારે મોડી રાત સુધી કોંગ્રેસ અને એનસીપીના સીનીયર નેતાઓ સાથે ચર્ચાઓનો દોર ચાલ્યો હતો પરંતું સીટોની વહેંચણીને લઇને મડાગાંઠ પડતા આ ગઠબંધન તુટી ગયું છે. એનસીપીના પ્રફુલ્લ પટેલે મીડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે તમામ તાકાતે એકઠી થવાની જરૂર હતી પરંતું તે શક્ય બન્યું હતું.કોંગ્રેસ સાથેનું ગઠબંધન શક્ય બન્યું નથી અને હવે અમે એકલા હાથે ચૂંટણી લડીશું. એનસીપીએ ગુજરાતમાં 100થી વધારે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.એનસીપી તમામ 182 સીટો પર પણ ચૂંટણી લડે તેવી શક્યતા પણ છે