ગુજરાત ચૂંટણી 2017 - કોંગ્રેસ ઉમેદવારોની લિસ્ટથી ભડક્યા હાર્દિક સમર્થક.. સમજૂતી પર અસર
પટેલો માટે અનામત ફોર્મ્યુલાને લઈને કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ વચ્ચે રવિવારે વાતચીત તહી અને ત્યારબાદ બંને પક્ષોએ વાત બનવાનો દાવો પણ કર્યો પણ વાત બની નહી..
- પાસના કન્વીનર દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથિરિયાની અટકાયત બાદ છુટકારો
ભરતસિંહ નહિ મળે ત્યાં સુધી અહીં જ રહેશું
- બાંભણિયાની ચીમકીથી મામલો બિચક્યો
- પોલીસે દુર્વ્યવહાર કર્યાનો બાંભણિયાનો આરોપ
- મોડીરાત્રે ભરતસિંહ સોલંકીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ પોલીસ ગોઠવી દેવાઈ
- રાજ્યમાં અનેક જગ્યાએ પાસના કાર્યકર્તાઓનો આક્રોશ ચાલુ
- મોડીરાત્રે સુરત કોંગ્રેસ કાર્યલય ઉપર પાસ ના કાર્યકર્તાઓનો હંગામો
ઝપાઝપીના દ્રશ્યો
- ટિકિટ ફાળવણી મામલે પાસના કાર્યકરો વિફર્યા
- પોલીસ દોડી કોંગ્રેસના તમામ કાર્યાલયો બંધ કરાવવા ચીમકી
- મોટાપાયે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પાસના કાર્યકરોના આક્રોશની ભીતિ કાર્યાલય ખાલીખમ ;તમામ જવાબદારો ગેરહાજર
- સુરતમાં કોંગ્રેસના નિલેશ કુંભાણીયા સામે ઉગ્ર આક્રોશ
- કોંગ્રેસ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી
- કાર્યલયમાં તોડફોડ :ટિકિટ મામલે મતભેદ
- પાસ ''ના આગેવાન દિનેશ બાંભણીયા મોડીરાત્રે ભારતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા
ટિકિટ ફાળવણી મામલે જબરી નારાજગી
- પાસની મંજૂરી વગર ટિકિટ આપી હોવાનો રોષ ઠાલવ્યો કાલે પાસ ના કન્વીનર કોંગ્રેસ વતી ઉમેદવારી ફોર્મ નહિ ભરવા બાંભણિયાનું કહેણ