મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (12:42 IST)

હાર્દિક પટેલની સેક્સ સીડી કાંડ બાદ પાટીદાર સમાજ બે ભાગમાં વહેંચાયો?

પાસના નેતા હાર્દિક પટેલના કથિત સેકસ વીડિયોના પાટીદાર સમાજમાં મિશ્ર રીતે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. રાણીપ વિસ્તારમાં પાટીદાર મહિલાઓની ઉપસ્થિતિમાં પાસ દ્વારા મંગળવારે રાત્રે ભાજપનું પૂતળા દહન કરાયું હતું. તો સોશિયલ મીડિયામાં પાટીદાર જેવા ગૌરવશાળી ગણાતા સમાજનો નેતા અનામત આંદોલનની આડમાં આવા કૃત્ય કરે તો ચલાવી લેવાય નહીં તેવી લાગણી પણ વહેતી થઈ હતી. આંદોલન વખતે મહિલાઓના સન્માનને આંચ આવશે તો હું રિવોલ્વર લઇને આવીશ તેમ કહેતો હાર્દિક આવી વીડિયો બહાર આવે પછી સમાજને ઢાલ બનાવે તો કેટલું યોગ્ય ગણાય તેવો સૂર પણ વ્યકત થઇ રહ્યો છે.

હાર્દિકના એક પછી એક અલગ અલગ યુવતી સાથેના વીડિયોના કરતૂતો ભાજપ દ્વારા જ કરાઇ રહ્યા હોવાનું માનીને ભાજપ સામે વધુ રોષમાં છે. તે સાથે પાટીદાર સમાજનો મહિલા સહિતનો સમજદાર વર્ગ હાર્દિકની આવી હરકતોથી આઘાતમાં પણ છે. હાર્દિકની તરફેણમાં ઓડીયો-વીડિયો કલીપ વાઇરલ થઇ રહી છે તેમાં ભાજપ સામે પેટભરીને આક્રોશ ઠલવાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર સંઘર્ષ સમિતિના નેતા અશ્વિન પટેલે હાર્દિક ચાર દિવસમાં પોતે નિર્દોષ છે તેવા પુરાવા નહીં આપે તો પાસના નેતાઓના કાંડ રજૂ કરી દેશે તેવી ચીમકી આપી છે. જેના કારણે હવે કથિત વીડિયો સંદર્ભે હાર્દિક સાથેની યુવતીને રજૂ કરાશે તેવી વાત વહેતી થવા પામી છે. હાર્દિકે જણાવ્યું છે કે, બદનામીના ડરથી આંદોલન રોકાતા હોત તો દેશ આઝાદ ના થયો હોત. ફેસબૂક ઉપર ભાજપના અત્યાચાર સામે બદલો યુવાનોને બદલો લેવા આહ્વાન કર્યું હતું. સમાજ પોતાની સાથે છે તેમ કહેતા હાર્દિકે પૈસા, રાજદ્રોહના આરોપઅને નકલી સીડી બહાર પાડી તો પણ ના ઝૂકયો તો હવે કોઇ યુવતીને ઊભી કરીને ખોટા કેસ કરાવશે તો શું ઝૂકી જશે? તેવો સવાલ કરતા જનતા પોતાની સાથે છે તેમ કહ્યું હતું.