હાર્દિકની સભાથી ભાજપ ચિંતામાં, પીએમ મોદીની સભા માટે કેસરીયાઓ ખોડલધામના શરણે

hardik in rajkot
Last Modified શનિવાર, 2 ડિસેમ્બર 2017 (14:35 IST)

ભાજપ હોય, હોય કે હાર્દિક હાલ કોની સભામાં કેટલી મેદની તે હોટ ટોપિક બન્યો છે. હાર્દિકની સભામાં સ્વયંભૂ લોકો ઉમટી પડતા ભાજપના ભવા ખેંચાઈ ગયા છે. આવતીકાલ રવિવારે રાજકોટમાં વડાપ્રધાન મોદીની સભા છે ત્યારે હાર્દિકની સભાથી વધુ મેદની એકઠી કરવા ભાજપ મરણીયું થયું છે. શહેરના નાના મવા સર્કલે 29મીએ હાર્દિકની સભામાં સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ જ મેદાનમાં હાર્દિકની સભાના બે દિવસ અગાઉ રૂપાણીએ સભા કરી હતી. પરંતુ જાણે હાર્દિકની સભાની મેદની જોઈ રૂપાણીની સભાનો ફિયાસ્કો થયો હોય તેવું ચર્ચામાં છે.

રવિવારે આ જ મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા છે. અહીં હાર્દિકની સભાથી વધુ મેદની ભેગી કરવા ભાજપે કમર કસી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ માટે મોદીની સભામાં મેદની એકઠી કરવા પ્રતિષ્ઠાનો સવાલ છે. વોર્ડ વાઇઝ અને જિલ્લા વાઇઝ મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ સિવાય પાટીદારોને રીઝવવા જમણવાર અને સ્નેહમિલનના નામે મિટિંગો થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના નેતાઓએ ખોડલધામના શરણે પણ પહોંચ્યા હતા.


આ પણ વાંચો :