Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિકનિક માટે અદ્દભૂત સ્થળ છે દીવ

Updated: બુધવાર, 18 નવેમ્બર 2015 (11:54 IST)

દીવ જાઓ તો પાણી કોઠા અને દીવનો કિલ્લો જોવાનું ભૂલતા નહીં. પાણી કોઠા સમુદ્રની વચ્ચે બનેલો એક નાનકડો કિલ્લો છે. અહીં જવા માટે ટુરિસ્ટ બોટ ઉપલબ્ધ છે અને રાતના સમયે તેના પર દેખાતી સ્પેશિયલ લાઇટ ઇફેક્ટ્સ તમને મંત્રમુગ્ધ કરી મૂકશે. તો વળી દીવના કિલ્લા પરથી બીજી તરફનો સમુદ્રનો નજારો અત્યંત આકર્ષક લાગે છે. દીવના આ વિશાળ અને ભવ્ય કિલ્લાનું નિર્માણ 1535થી 1541 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેની છત પર સજેલી તોપો એ વાતનો પુરાવો છે કે તેની સુરક્ષા વ્યવસ્થા એકદમ ચૂસ્ત હતી.


આ સિવાય તમે અહીં સેન્ટ પૉલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ મ્યુઝિયમ, રુખડા વૃક્ષ, હોકા પામ વગેરે જોઇ શકો છો.

જણાવી દઇએ કે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે દીવ સડક માર્ગે જોડાયેલું છે. અમદાવાદથી તે લગભગ 500 કિલોમીટરના અંતરે અને મહારાષ્ટ્રથી 1000 કિલોમીટરના અંતરે છે. દીવમાં કોઇ રેલ્વે લિંક નથી. નજીકનું રેલ્વે સ્ટેશન વેરાવળ(90 કિલોમીટર) છે. નાગોઆમાં એરપોર્ટ છે. અહીંની એરલિંક મુંબઈ સાથે છે.



રોકાવા માટે અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી અનેક કોમ્પ્લેક્સ બનેલા છે તેમજ ફાઇવ સ્ટાર હોટેલ્સથી લઇને બજેટ હોટેલ્સ પણ અહીં ઉપલબ્ધ છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શરીરમાં આર્યનની કમી દૂર કરી શકે છે આ સુપરફૂડસ, ડાયેટમાં કરો સામેલ

ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી

કોપરા પાકની રેસીપી

ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

Show comments