ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By

કેરળના 5 સૌથી સરસ પર્યટક સ્થળ

કેરળના 5 સૌથી સારા પર્યટક સ્થળ 
 
કેરળ કોઈ પણ પ્રકારની રજા માટે ભારતમાં સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળમાંથી એક છે  અને તેને દેવતાઓનો દેશના રૂપમાં ઓળખાય છે. આ નારિયેળ ની ભૂમિ, સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ ગણાય છે. આ પૃથ્વી પર સૌથી ખૂબસૂરત સ્થાનમાંથી એક છે. "Gods Own Country" ના નામે પ્રસિદ્ધ છે. કેરળ  કોઈ પણ રીતે પરિવારની રજા કે હનીમૂન માટે વિશ્વમાં સૌથી સારા સ્થળમાંથી એક છે. આ સંસ્કૃતિઓ પરંપરાઓ અને લોક નૃત્યોનુંં  ક્ષેત્ર છે. 
અલેપ્પી - અલેપ્પી કેરળ હાઉસબોટ પર મેડના સમય માટે ઓળખાય છે અને કેરળ સૌથી સારા સ્થળમાંથી એક છે. અલેપ્પી લાર્ડ કર્જન દ્વારા પૂરબના વેનિસના રૂપમાં ઓળખાતા સ્થાનમાંથી એકના રૂપમાં વર્ણિત કરાયું હતું. સપ્ટેમ્બર થી મે દરમિયાન અહી જવાના કેટલાક વિશેષ સ્થળ છે.  સમુદ્ર કિનારા ઉપરાંત અલેપ્પીમાં કેટલાક 
બીજા પર્યટન સ્થળ પણ છે જેમાં એંબાલાપુક્ષા શ્રીકૃષ્ણમંદિર, કૃષ્ણાપુરમ પેલેસ, મરારી સમુદ્ર તટ, અરથુંકલ ચર્ચ વગેરે. 
keralatourism
મુન્નાર - મુન્નાર સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાંથી એક છે. એનો બહુ જ ખૂબસૂરત દૃશ્ય પહાડી ઢલાવથી જોવાય છે લીલી ચા ખેતરથી આશરે 80,000 મીલની દૂરી સુધી કવર કરેલા છે. મુન્નારમાં સામાન્ય ઠંડ હોય છે જે તમને આરામ આપશે અને અહીં એક અવિશ્વસનીય અનૂભૂતિ આપે છે. 
થેકકડી - થેકકડીમાં પેરિયાર વન્યજીવ હાથી, વાઘ  સાથે પશુઓની વિભિન્ન પ્રજાતિઓના સંરક્ષણ માટે એક લોકપ્રિય સ્થળ છે.  એમના વન્ય જીવન ઉપરાંત થેકકડી એમના નૈસર્ગિક સૌંદર્ય માટે વિશ્વભરથી પર્યટકો અને દર્શકોને આકર્ષિત કરે છે. કેરલના સૌથી સારા વન્ય જીવને જોવા માટે થેકકડી ઝીલની નૌકા યાત્રા કરવી જોઈએ. તમે કેટલાક  વધુ ભયાનક સાહસ કરવા ઈચ્છો છો તો તમે ગવીના માધ્યમથી થેકકડીથી મોઝીયારના રસ્તે જઈ શકો છો. કોચ્ચિ કોચીન મધ્ય કેરળમાં છે અને આ કોચ્ચિથી કેરળના પર્યટન સ્થળમાં યાત્રા કરવી સરળ ઉપાય છે. કોચ્ચિ કેરળ યાત્રાના ક્ષેત્રમાં ફરવા માટે શરૂઆતનું સ્થળ  છે. જેના કારણે આ આકર્ષિત જગ્યા બની ગઈ છે.

એર્નાકુલમ શહર ઘણુ તેજ અને આધુનિક શહર છે. જે બ્રિટિશ, પુર્તગાલી અને ડચ સંસ્કૃતિનો મિશ્રણ છે. 
એર્નાકુલમ પણ વિશ્વમાં સારા પ્રાકૃતિક પોરબંદરમાંથી એક છે જેને અરબ સાગરની રાણીના રૂપમાં પણ ઓળખાય છે. 
વર્કલા - કેરળમાં વર્કલા સૌથી સારા સમુદ્ર તટોમાંથી એક છે. તિરુવંનતપુરમથી 51 મીલ દૂર આવેલુ છે. વર્કલા એના પ્રાકૃતિક આકર્ષણ અને ઊંચી-ઊંચી પહાડીઓ માટે વિશ્વભરના પર્યટકોને આકર્ષિત કરવાની ક્ષમતા રાખે છે. અહીંનો સમુદ્ર તટ બીજા દેશના લોકો વચ્ચે પ્રસિદ્ધ છે અને તેને વધુ રોમાંચક બનાવવા માટે રોચક ગતિવિધિઓ પણ પ્રદાન કરે છે. જેમ કે સૂર્ય સ્નાન,  નૌકા સવારી, સર્ફીંગ અને આયુર્વેદિક માલિશ વગેરે. 


(ફોટા સાભાર - keralatourism)