શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. આજ-કાલ
  3. ગુજરાત દિન
Written By
Last Updated : શુક્રવાર, 26 એપ્રિલ 2024 (15:44 IST)

Gujarat Day - ગોધરાકાંડ હોય કે ભૂકંપ મેં 67 વર્ષની ઉંમરમાં ઘણા પડકારો જોયાં, વિકાસ મારું સ્વપ્ન છે - ગુજરાત

jay jay garvi gujarat
હું ગુજરાત છું. મહારાષ્ટ્રમાંથી અલગ થઈને એક અડીખમ બનેલા રાજ્ય તરીકે વિશ્વમાં મારો ડંકો વાગે છે. ત્યારે 60 વર્ષની ઉંમરમાં મેં ગોધરાકાંડ, અનેક કોમી તોફાનો અને ભૂકંપ જેવી હોનારતો સહન કરીને આજે હું એક નવા વિકાસની ઉંચાઈને આંબીને આજે વિશ્વ ફલક પર મારૂ નામ સ્થાપિત કર્યું છે. 1 મે, 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડીને સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે જાણકારોએ તત્કાલીન સ્થિતિને જોઈને ભીતિ વ્યક્ત કરેલી કે રાજ્ય આર્થિક દૃષ્ટિએ ક્યારેય બે પાંદડે થઈ શકશે નહીં. જાણકારો ખોટા નહોતા, પરંતુ ગુજરાતી લોકોના ઉદ્યમ અને ઉદ્યોગસાહસિકતાએ તેમને ખોટા પાડ્યા છે!
gujarat news
ગુજરાત આજે મૂડીરોકાણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હોટ ડેસ્ટિનેશન ગણાય છે. પોતાની બુદ્ધીકૌશ્લ્યથી ગુજરાતીઓએ દુનિયામાં પોતાનું અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતની સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે છેલ્લા 10 દિવસથી અમદાવાદની અનેક પ્રખ્યાત ઇમારતો, વિવિધ બ્રિજ, રીવરફ્રન્ટને રોશનીથી શણગારવામાં આવ્યા છે. જેના લીધે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે રીવરફ્રન્ટ ખાતે આતશબાજી પણ યોજાઇ હતી. આતશબાજીનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા

ત્યારે વાત બોલિવૂડ ફિલ્મોના શૂટિંગ માટે ગુજરાતના લોકપ્રિય સ્થળો વિશે. ગુજરાત હવે બોલિવૂડ માટે ઘર આંગણું બનતું જાય છે, ફિલ્મ્સના લોકેશન માટે રાજ્યમાં વધુને વધુ ફિલ્મ મેકર આવી રહ્યા છે. તાજેતરમાં જ શાહરૂખખાનની ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ અમદાવાદમાં થયું. ‘રઇસ’ની જેમ જ ‘મોંહે-જો-દરો’, ‘પીકુ’નું શૂટિંગ પણ ગુજરાતમાં જ થયેલું છે. ગુજરાતમાં સારા ફિલ્મ લોકેશનનો લોકો સમક્ષ રજૂ કરવા મુવિંગ પિક્સલ્સ કંપની ડિરેક્ટર મનિષ બારડીયાએ એક ચાર મિનિટનું એક ગીત તૈયાર કર્યું હતું. આ ગીતમાં ગુજરાતના જાણીતા સ્થળોને ફિલ્મના શૂટિંગના લોકેશનની નજરે રજૂ કરવામાં આવ્યા છે. મનિષ બારડીયાએ આ અંગે જણાવ્યું હતું કે,  'સિનેમેટીક ટુરિઝમ કોન્ફરન્સ માટે એક એડ બનાવવામાં આવી હતી તેનું જ અપડેટેડ વર્ઝન છે આ. અમે વિચાર્યું કે ગુજરાતના આ સ્થળોને ફિલ્મ મેકર્સને ગમી જાય તે દ્રષ્ટીએ રજૂ કરીએ અને એ માટે અમે દરેક સ્થળને અલગ અંદાજમાં રજૂ કર્યું છે.'  હવે આ જ સ્થળોને લઇ અરવિંગ વેગડાએ પણ એક ગીત શૂટ કરી પ્રવાસનને વેગ આપ્યો છે.
gujarat news
પીપીપી પ્રોજેક્ટ અનેક વખત ચર્ચામાં રહ્યો છે પણ ગુજરાતમાં પીપીપી પ્રોજેક્ટના બીજ વડોદરાથી નંખાયા. વડોદરામાં રાજ્યનું પ્રથમ આધુનિક બસ સ્ટેન્ડ તૈયાર થયું. જેના લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી પોતાના ગુજરાતના મત વિસ્તાર શહેરમાં આવ્યા હતા. આ આદ્યતન બસ સ્ટેન્ડને સરદાર વલ્લભાઇ પટેલ બસ સ્ટેન્ડ નામ આપવામાં આવ્યું છે.  11 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ બસ સ્ટેન્ડ આંતરરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ ધરાવે છે.મલ્‍ટીપ્‍લેકસ સિનેમા, સુપર માર્કેટ, એ.ટી.એમ., મુસાફરો માટે સુવિધાજનક ટીકીટ કાઉન્‍ટરો, વેઈટીંગ લોન્‍જ, વૃદ્ધો-અપાહીજો માટે વ્‍હીલચેર સહિતની સુવિધાઓ દેશનું સૌપ્રથમ અત્‍યાધુનિક બસ સ્‍ટેશન છે. મંત્રીઓ એરકન્ડિશન્ડ કાર વગર ક્યાંય જતા નથી તેમનાં નિવાસ્થાનના ડ્રોઇંગરૂમથી લઇને બંગલાના તમામ ખંડમાં અને કાર-ચેમ્બર, એન્ટિચેમ્બર પણ વાતાનુકૂલિત છે, હશે એમાં ઝાઝો વાંધો ન હ હોય. એરકન્ડિશનર મનુષ્યની કાર્યક્ષમતા વધારે છે, ખાસ કરીને એવા પ્રદેશમાં જ્યાં વર્ષના દસ મહિના ગરમી રહેતી હોય પણ વાંધો એ છે કે પછી નેતાઓની પ્રાયોરિટી જ લક્ઝરી બની જાય છે. સત્તા એ લોકસેવાનું માધ્યમ રહેવાને બદલે યશ-કીર્તિ, પ્રતિષ્ઠા અને ધન રળવાનું માધ્યમ બની જાય છે. આજે સામાન્ય પ્રજા અને સત્તાધીશોની લાઇફસ્ટાઇલ વચ્ચે પ્રકાશવર્ષોનું અંતર થઈ ગયું છે પણ અગાઉ આવું ન્હોતું. આજથી સત્તાવન વર્ષ પહેલાં ગુજરાતના પ્રથમ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે એ સમારોહનું આયોજન સાબરમતી આશ્રમમાં લીમડાનાં એક ઝાડ નીચે થયું હતું. 30 એપ્રિલ, 1960ની મધરાતે રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે ગુજરાતનો જન્મ થયો. જેમનાં નામ મંત્રી તરીકે જાહેર થયાં હતાં. એ બધા મહાનુભાવો તા.28 એપ્રિલે ટ્રેન મારફતે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા. સચિવાલય એ સમયે અમદાવાદમાં હતું પાંચત પ્રધાનો અને આઠ નાયબ મંત્રીઓ સાથે આખું મંત્રીમંડળ કુલ 14 સભ્યોનું હતું. ગુજરાતના ઇતિહાસનું આ નાનામાં નામું પ્રધાનમંડળ હતું. ગુજરાતનાં પ્રથમ પ્રધાનમંડળમાંથી કોઈ મંત્રી નીકળે તો ગાડીઓના કાફલા જોવા મળતા ન્હોતા. સલામતીવ્યવસ્થા પણ નહિંવત્ રહેતી. લોકો આસાનીથી પ્રધાનોને મળી શકતાં હતા. પાંચ કેબિનેટ પ્રધાનોમાંથી ત્રણ સૌરાષ્ટ્રના હતા અને 14માંથી બે મંત્રીઓ મહિલા હતા