સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ન્યુઝ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 માર્ચ 2017 (10:00 IST)

જેએનયુના વધુ એક વિદ્યાર્થીનો આપધાત, પંખા પર લટકતુ મળ્યુ JNU વિદ્યાર્થીનુ શબ.

રોહિત વેમુલાના મોતને હજુ મુશ્કેલથી એક વર્ષ વીત્યુ છે કે હોળીની સાંજે જેએનયૂના એક વધુ દલિત વિદ્યાર્થીના આત્મહત્યાન મામલો ગરમાતો જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના સેલમ જીલ્લાના રહેનારા મુથુકૃષ્ણનન જીવાનંદમનુ શબ એક મિત્રના ઘરે પંખા પર લટકતુ મળ્યુ હતુ. 25 વર્ષનીય વયના મથુકૃષ્ણન જેએનયૂમાં એમ.ફિલના વિદ્યાર્થી હતા. પોતાની અંતિમ ફેસબુક પોસ્ટમાં તેમણે અસમાનતાની વાત કરી હતી. 
 
10 માર્ચના રોજ લખેલ પોસ્ટમાં તેમણે લખ્યુ છે કે એમફિલ/પીએચડી પ્રવેશમાં કોઈ સમાનતા નથી. વાઈવામાં કોઈ સમાનતા નથી. અહી ફક્ત અસમાનતાનુ ખંડન છે. પ્રોફેસર સુખદેવ થોરટની ભલામણથી ઈનકાર કરે છે. એડ બ્લોકમાં વિદ્યાર્થીનો વિરોધ નકારે છે. માર્જિનલની શિક્ષાને નકારે છે.  જ્યારે સમાનતાથી ઈનકાર કરવામાં આવે છે તો બધુ વંચિત થઈ જાય છે.