દરેક કુંવારી કન્યાનું સપનુ હોય છે કે તે સુંદર દેખાય, અને જો તેમાં પણ તેના મેરેજ હોય તો વાતજ શી કરવી. દરેક છોકરી નવવઘુ બનતા પહેલા પોતાને વધુમાં વઘુ સુંદર બનાવવા માંગે છે
હાથની સુંદરતા જાળવી રાખવા માટે તમારે નિયમીત મેનીક્યોર કરાવવું જોઈએ. સૌ પ્રથમ નખને યોગ્ય આકારમાં કાપવા જોઇએ. બદામના તેલ કે તલના તેલ અથવા યોગ્ય ક્રિમ દ્વારા હાથ અને નખને માલિશ કરીને થોડા સમય માટે હુંફાળા ગરમ પાણીમાં હાથને રાખવા જોઇએ.
ઘણી વખત મહિલાઓ પોતાના ચહેરા અને વાળની સારસંભાળ રાખવામાં પોતાના નખ પ્રત્યે બેદરકાર રહી જાય છે.
ચહેરોની દેખભાળ જેટલી જરૂરી છે તેટલીજ જરૂરી નખની માવજત છે.
વર્ષોથી સ્ત્રીની સુંદરતામાં તેના સુંદર ચહેરાની સાથે-સાથે તેના કાળા, લાંબા તથા રેશમી વાળ ચાર ચાંદ લગાવીને સોનામાં સુંગધ ભેળવે છે. સ્ત્રીઓના સોળ શણગારમાં વાળનું વિશેષ મહત્વ છે. કાળા, લાંબા તથા રેશમી વાળ દરેક સ્ત્રીનું સ્વપ્નું હોય છે.
ચહેરાને મનનું દર્પણ કહેવાય છે અને સુંદર ચહેરો કોને પસંદ ન હોય? માટે ચહેરાની ત્વચાને તેજસ્વી, ચમકદાર અને આકર્ષક રાખવા માટે ખાસ દેખભાળની જરૂર છે. મેકઅપ દ્વારા થોડા સમય માટે ચહેરાને નવું સ્વરૂપ આપી શકાય છે.