સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (14:52 IST)

મુલ્તાની માટીનો FacePack દરેક કોઈના માટે નથી જાણો 5 નુકશાન

જ્યારે પણ સ્કીન કેયરની વાત આવે છે તો મુલ્તાની માટીના ફેસમાસ્કના વિશે જરૂર સલાહ આપે છે. મુલ્તાની માટી આમ તો બ્યુટી માટે ખૂબ ફાયદાકારી હોય છે સાથે જ ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવામાં આ ઉપયોગી છે. પણ તેના ઘણા નુકશાન પણ હોય છે. હકીકત મુલ્તાની માટી એક પ્રકારની પ્રાકૃતિક માટી છે. તેમાં ઔષધીય ગુણ પણ છે આ તમારી ત્વચાને નુકશાન પણ પહોચાડી શકે છે. આવો જાણીએ મુલ્તાની માટીથી તમારી ત્વચાને શું-શું નુકશાન હોઈ શકે છે. 
1.  સંવેદનશીલ ત્વચાવાળા માટે મુલ્તાની માટીના ફાયદાથી વધારે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. આ તમારી ત્વચા પર હળવા દાણા લાવી શકે છે સાથે જ ત્વચા બેજાન પણ થઈ શકે છે. 
2. જેની ત્વચા ડ્રાઈ છે તેણે ભૂલીને પણ તેનો ઉપયોગ નહી કરવો જોઈએ. આ ડ્રાઈ સ્કીનવાળાની ત્વચાને વધારે સૂકી બનાવી શકે છે. સાથે જ આંખની આસપાસની જગ્યાને પણ વધારે ડ્રાઈનેસથી નુકશાન થઈ શકે 
છે. 
3. મુલ્તાની માટીની તાસીર ઠંડી હોય છે તેથી જો તમને શરદી-ખાંસીની સમસ્યા છે તો મુલ્તાની માટીનો ઉપયોગ ભૂલીને પણ ન કરવું. તેનાથી તમને વધારે પરેશાની થઈ શકે છે. 
4. જો તમે નિયમિત રૂપથે તેનો ઉપયોગ કરો છો તો તે બંદ કરી દો કારણકે તેના વધારે ઉપયોગથી તમારા ચેહરા પર કરચલીઓ આવી શકે છે. 
5. મુલ્તાની માટીની ખાસ વાત આ છે કે આ ઑયલી સ્કીન માટે ખૂબ સારું છે. 
મુલ્તાની માટીની વધારે ઉપયોગથી ચહેરા પર રેશેજ પણ આવી શકે છે. તેથી કેટલીક વાતોંનો ધ્યાન રાખી તમે તમારી ત્વચાને કોઈ પણ પ્રકારના નુકશાનથી બચાવી શકો છો.