શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

નખને લાંબા કરવા માટે અપનાવો 5 બેસ્ટ ટીપ્સ

લાંબા નખ એ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી નાખે છે પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે. જો તમે ઈચ્છો છો કે તમારા નખ લાંબા અને ખૂબસૂરત દેખાય તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશુ જેને ફૉલો કરીને તમે નખને લાંબા કરી શકો છો આ સિવાય તમારા નખ શાઈની અને મજબૂત પણ થશે. 
1. લીંબૂ અને ઑલિવ ઑયલ - 1 ચમચી લીંબૂના રસમાં 3 ચમચી ઑલિવ ઑયલ નાખો. પછી તેને સાધારણ ગરમ કરી લો. હવે આ મિક્સમાં તમારા નખને ડુબાડી રાખો. તે સિવાય જો તમારી પાસે ઑલિવ ઑયલ ન હોય તો તમે એક લીંબૂનો ટુકડા લો અને તેને નખ પર ઘસો અને પછી ધોઈને માશ્ચરાઈઝર લગાવી લો. 
 
2. ટામેટા- અડધી વાટકી ટામેટાનો રસ લો અને તેમાં 2 ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી લો. આ મિક્સમાં તમારા નખને ઓછામાં ઓછા 15 મિનિટ ડુબાડી રાખો. 
 
3. નારિયેળના તેલ - રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલ અને ઑલિવ ઑયલને સાધારણ ગરમ કરી લો. પછી આ મિક્સમાં 15 મિનિટ  તમારા નખને ડુબાડી રાખો. ત્યારબાદ હાથ ધોઈને મોજા પહેરી લો. 
 
4. સંતરાના છાલટા - એક વાટકીમાં સંતરાનો રસ સારી રીતે કાઢી લો. પછી આ રસમાં તમારા નખને 15 મિનિટ સુધી ડુબાડો. પછી હૂંફાળા પાણીથી હાથ ધોઈને હાથ પર માશ્ચરાઈજર લગાવી લો. 
 
5. લસણ - એક લસણની કળી લો. પછી તેને તમારા નખ પર 10 મિનિટ સુધી ધસો. રગડયા પછી હાથને ધોઈ લો અને માશ્ચરાઈજર કરી લો.