સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 15 નવેમ્બર 2018 (13:48 IST)

રણવીર અને દીપિકા એકબીજાને kiss કરતા રહ્યા... !!

રણવીર સિંહ અને દીપિક પાદુકોણ પોતાના 6 વર્ષના લાંબા રિલેશનશિપ પ્છી ઈટલીના લેક કોમોમાં લગ્નના બંધનમાં બંધાય ગયા. બંનેની લવ સ્ટોરીને પડદાની સાથે સાથે અસલ જીવનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.  દીપવીરની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી કમ નથી. 
 
એવુ કહેવાય છે કે બંને વચ્ચે પ્રેમ 2013માં રજુ થયેલી ફિલ્મ ગોલીયો કી રાસલીલા રામલીલા ફિલ્મની શૂટિંગ દરમિયાન થઈ હતી. સંજય લીલા ભંસાલીના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મએ અનેક એવોર્ડ પણ પોતાને નામે કર્યા હતા. 
સમાચારનુ માનીએ તો આ ફિલ્મની શૂટિંગ દરમિયાન ક્રૂ નો ભાગ રહેલા એક વ્યક્તિએ જણાવ્યુ કે બંનેયે ફિલ્મના ગીત અંગ લગા દે રે..  માટે કિસિંગ સીન કર્યો હતો.  આ કિસિંગ સીનમાં બંને વચ્ચે ઉમડેલો પ્રેમ જોયા પછી જ લોકોને આ વાતનો અંદાજ આવી ગયો હતો કે બંને વચ્ચે કંઈક છે. જ્યારે કે કિસ કરવાનુ એમણે કોઈએ કહ્યુ પણ નહોતુ. 
 
ક્રૂ મેંબર મુજબ ડાયરેક્ટરના કટ બોલ્યા પછી પણ બંને રોકાયા નહી અને એકબીજાને કિસ કરતા રહ્યા.  એ અનસ્ક્રિપ્ટેડ કિસ હતો. જેનાથી એક વાત કંફર્મ થઈ ગઈ કે બંને વચ્ચે કંઈક છે. 
 
ફિલ્મ બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં પણ બંનેની જોડી જોવા મળી હતી. આ બંને ફિલ્મો લોકોએ ખૂબ પસંદ કરી.