શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ: , ગુરુવાર, 15 નવેમ્બર 2018 (00:24 IST)

Deepika Ranveer Wedding Photos : બોટમા સવાર થઈને પોતાની 'મસ્તાની' દીપિકાને લેવા પહોચ્યા 'બાજીરાવ' રણવીર

Deepika Ranveer Wedding Photos
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજે જન્મ જનમ માટે એકબીજાના થઈ ગયા છે.  ઈટાલીના લેક કોમોમાં ભવ્યાતિ ભવ્ય લગ્ન સમારોહમાં આજે કોંકણી રીતિ રિવાજો અનુંસાર લગ્ન કર્યા.

આ નવયુગલે પોતાના લગ્નને લઈને ખુબ જ ગુપ્તતા જાળવાનો પ્રયાસ કર્યો હતો.વર-વધૂના ચાર ફેરા ફરીને રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ પતિ-પત્ની બની ગયા છે. ત્યારે તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં તેઓ ટ્રેડિસનલ લૂકમાં નજર આવી રહ્યા છે.


 
ઉલ્લેખનીય છે કે દીપિકા દક્ષિણ ભારત પરિવારમાંથી છે. ત્યાં કોંકણી રીતિ રિવાજથી લગ્ન થાય છે. તેથી આજે કોંકણી રિવાજથી લગ્ન કર્યા છે.

હવે 15 નવેમ્બરે પંજાબી વિધિથી આનંદ કારજની વિધિ કરવામાં આવશે. રણવીર સિંહ સિંધી હોવાથી આવતીકાલે સિંધી રિતિ રિવાજથી લગ્ન કરશે.










Photos from - anishapadukone instagram