બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (11:32 IST)

ગુજરાતમાં આ સૌથી મોટી ઓનલાઇન છેતરપિંડી, રોકાણની લાલચ આપી વેપારીને વેતરી નાખ્યો

હવે જેમ-જેમ ડિજિટલ ટ્રાંજેક્શનનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે દેશભરમાંથી અવાર-નવાર ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા પ્રકાશમાં છે. ત્યારે આ જ પ્રકારે ગુજરાતના એક વેપારી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આ સૌથી મોટી ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો છે. ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો ગુજરાતમાં નોંધાતા ભય વ્યાપી જવા પામ્યો છે. અમદાવાદના સેટેલાઈટના વેપારી સાથે રૂપિયા 11 કરોડની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલીસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.
 
મળતી માહિતી અનુસાર અમદાવાદના સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલિસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડી આચનારે એચડીએફસીના અધિકારી હોવાની ઓળખ આપી અમદાવાદી વેપારી સાથે છેતરપિંડી આચરી છે. અલગ – અલગ ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવીને સેટેલાઈટના વેપારીને મોકલ્યા હતા અને તેમજ શંકા ન ઉદભવે તે માટે જુદા – જુદા અધિકારીઓની સહી – સિક્કાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
 
ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતમાં સૌથી મોટો કિસ્સોમાં અમદાવાદના સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલિસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.ફ્રોડ કરનારે HDFC ઓફિસના અધિકારીની ઓળખ આપી સેટેલાઈટના વેપારીને છેતર્યો હતો. અલગ – અલગ ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવીને સેટેલાઈટના વેપારીને મોકલીને તેની સાથે છેતરપિંડી આચરી હતી. વેપારીને છેતરવા માટે જુદા – જુદા અધિકારીઓની સહી – સિક્કાનો ઉપયોગ કર્યો છે.