રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2017 (13:09 IST)

નોટબંધીના ચારેક માસ બાદ પણ કેશની તંગી,અમદાવાદમાં મોટાભાગના એટીએમ કેશલેસ

નોટબંધીના ચારેક માસ બાદ પણ અમદાવાદ શહેરમાં નાણાની તંગી વર્તાઇ રહી છે. શહેરના મોટાભાગના એટીએમ આજે પણ ખાલી ખમ પડયા છે. ગ્રાહકો દિવસ-રાત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ તેઓને એટીએમમાંથી રૃપિયા ન મળતા તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં એટીએમ કેશલેસ અવસ્થામાં છે.

દેશભરમાં ગત ૮ નવેમ્બરના રોજ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી દેવાઇ હતી. નોટબંધીની અસર ૫૦ દિવસમાં ખતમ કરી નાંખવાની સરકારની વાતો વચ્ચે આજે પણ સ્થિતિ એ છેકે મોટાભાગની બેન્કોમાં કેસની તંગી આજે પણ વર્તાઇ રહી છે. બેંન્કોમાં કોઇ હોબાળો ન થાય અને ગ્રાહકોને પુરતા પૈસા મળી રહે તે માટેની જ વ્યવસ્થા કરાઇ છે.
જોકે એટીએમમાં પૈસા મૂકવામાં આવતા જ ન હોવાથી બેન્કના સમય બાદ ઇમરજન્સીમાં પૈસાની જરૃરીયાત ઉભી થવાના કિસ્સામાં એટીએમમાંથી પૈસા મળતા જ ન હોવાથી લોકોએ કયા એટીએમમાં પૈસા પડયા છે તે શોધવા માટે રઝળપાટ કરવી પડી રહી છે.
પૂર્વ વિસ્તારમાં મોટાભાગના એટીએમના શટલ એડધા પડેલા હોય છે, એટીએમની સ્ક્રીન પર કેશ ન હોવાના લખાણો તેમજ બોર્ડ મારેલા હોય છે. ખાસ કરીને પગાર તારીખમાં અને આખર તારીખોમાં લોકોએ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આ અંગે બેન્કોના અધિકારીઓ પણ કેશ ન હોવાની વાત કબૂલીને એટીએમ ખાલી હોવાની વાતને સમર્થન આપી રહ્યા છે.