શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated: બુધવાર, 30 નવેમ્બર 2022 (13:11 IST)

એરલાઇન્સના ભાડામાં ધરખમ વધારો, ગુજરાતીઓ મુશ્કેલીમાં ફસાયા

તહેવારોની સિઝનમાં હવાઈ ભાડામાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો હતો. ઑક્ટોબરમાં દિવાળી દરમિયાન ફ્લાઇટ ટિકિટના ભાવ સામાન્ય સ્તર કરતાં બેથી ત્રણ ગણા વધી ગયા હતા, જેમાં પ્રવાસન સ્થળોની ટિકિટ ચારથી પાંચ ગણી વધારે હતી. જોકે, લગભગ દરેક રૂટ પર હવાઈ ભાડા હજુ પણ ઊંચા છે. તો બીજી તરફ ગ્રાહકોને તાત્કાલિક મુસાફરી કરવા માટે ટિકિટ માટે વધુ ભાડું ચૂકવવું પડી રહ્યું છે. 
 
સામાન્ય દિવસોમાં અમેરિકા અને કેનેડાથી ભારતના રૂટની ટિકિટો 800 થી 900 ડોલરનો ભાવ હોય છે, જ્યારે ડિસેમ્બરમાં 1400 ડોલર સુધી રિટર્ન ટિકિટનો ભાવ હોય છે. જોકે હાલ એર ઇન્ડિયા, યુનાઈટેડ એર લાઇન, એર ફ્રાન્સ, કતાર એરવેઝ, ઇતીહાદ, અમિરેટ્સ જેવી એર લાઇન્સ દ્વારા હવાઈ ભાડામાં ભારે વધારો કરી માત્ર વન વેના 3થી 4 હજાર ડોલર વસૂલી રહી હોવાથી ગુજરાત આવવા માગતા હજારો ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
 
હાલ રાજ્યમાં લગ્નની સિઝન અને અમદાવાદ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સામૈયાનો કાર્યક્રમ છે, જેના કારણે અમેરિકા-કેનેડાથી આવનારા ગુજરાતીઓનો ધસારો વધુ છે, જેનો ગેરલાભ એર લાઇન ઉઠાવી રહી છે. જેને લઇને અનેક ગુજરાતીઓ મુંજવણમાં મુકાયા છે. મજબૂરીમાં એરલાઇન કંપની ફાયદો ઉઠાવીને મુસાફરોના પેસેન્જરના ખિસ્સા ખંખેરી રહી છે. 
 
હવાઈ ​​ભાડાંના વધતા ભાવથી ગ્રાહકો હેરાન થઇ ગયા છે અને જાણવા માગે છે કે આવું કેમ થઈ રહ્યું છે? ભૂતકાળમાં ઘણા લોકોએ આ મુદ્દો ઉઠાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ સંદર્ભમાં, ઉદ્યોગના ઘણા નિષ્ણાતોએ આના કારણો આપ્યા અને ગ્રાહકોને કેવી રીતે ઓછી કિંમતે એર ટિકિટ મેળવી શકાય તે અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.
 
એરલાઇન્સ ટિકિટના ભાવ કેવી રીતે નક્કી કરે છે?
ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે DGCA દ્વારા હવાઈ ભાડાની મર્યાદા દૂર કરવી, એરપોર્ટનું ખાનગીકરણ અને હવાઈ ટિકિટોની સ્પર્ધાત્મક કિંમતો એવા કેટલાક કારણો છે જેના કારણે હવાઈ ભાડામાં ક્યારેક અનેકગણો વધારો થાય છે.