રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 31 માર્ચ 2024 (10:12 IST)

31 માર્ચ પહેલા પુરા કરી લો આ કામ નહી તો થશે મોટુ નુકશાન

ચાલુ નાણાકીય વર્ષ 2023-24 સમાપ્તિ તરફ છે. 31 માર્ચ 2024 ફક્ત નાણાકીય વર્ષ 2023-24ના પુરા થવાનો અંતિમ દિવસ છે. પરંતુ આ તારીખ રોકાણ, ટેક્સ ફાઈલિંગ સેવિંગ જેવી બધી પર્સનલ ફાઈનેંસ સાથે જોડાયેલ કાર્યોની ડેડલાઈન પણ છે. જેમા ફાસ્ટેગ કેવાઈસી, ટેક્સ કપાત માટે ટીડીએસ ફાઈલિંગ સર્ટિફિકેટ, ટેક્સ સેવિંગ, આઈટીઆર જેવા કાર્ય સામેલ છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે. આ મહિને ફાઈનેંસ સાથે જોડાયેલ અનેક કાર્ય છે. જેની સમય સીમા નિકટ આવી રહી છે. કોઈપણ પ્રકારની પરેશાની કે નુકશાનથી બચવા માટે આ જરૂરી કાર્યો 31 માર્ચ 2024 પહેલા પુરા કરવા ખૂબ જરૂરી છે. 
 
અપડેટિડ આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન 
નાણાકીય વર્ષ 2021(અસેસટમેંટ ઈયર 2021-22) માટે અપડેટિડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તિથિ 31 માર્ચ 2024 છે. આ ડેડલાઈનની યુઝ એ ટેક્સપેયર્સ કરી શકે છે જેમણે પહેલા નાણાકીય્ય વર્ષ 2020-21( અસેસટમેંટ ઈયર 2021-22)માટે પોતાનુ રિટર્ન ફાઈલ કર્યુ નહોતુ કે પછી અજાણતા પોતાના કોઈપણ આવકની રિપોર્ટ કરવાથી ચુકી ગયા કે પહેલા આવેદન કરતી વખતે ખોટી ઈનકમ ડિટેલ  આપી હતી. આ ઉપરાંત ટેક્સપેયર્સના કેટલાક નિયમોને અધીન, અસેસમેંટ ઈયરના અંતથી 24 મહિના એટલે કે 2 વર્ષની અંદર અપડેટિડ રિટર્ન દાખલ કરવાની સુવિદ્યા છે. આવામાં જે ટેક્સપેયર્સે નાણાકીય વર્ષ  2019-20 માટે આવેદન કર્યુ નથી તેમની પાસ્સે પણ હજુ પણ 31 માર્ચ 2024 સુધી આવેદન કરવાની તક છે. 
 
ટેક્સ સેવિંગ સ્કીમની ડેડલાઈન 
જો તમે જૂના ટેક્સ વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કર્યો છે અને નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ છૂટનો લાભ લેવા માટે કોઈ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો વિકલ્પ પસંદ કરવાની અંતિમ તિથિ 31 માર્ચ 2024 છે. આ તારીખ પહેલા રોકાણ કરી તમે ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકો છો. આવકવેરાની ધારા 80સી હેઠળ પબ્લિક પ્રોવિડેંટ ફંડ (પીપીએફ), ઈકવિટી-લિક્ડ સેવિગ સ્કીમ (ઈએલએસએસ) અને ટર્મ ડિપોઝીટ (એફડી) જેવી વિવિધ ટેક્સ બચત યોજનાઓ મળી રહેશે. 
 
આ ઉપરાંત હેલ્થ ઈશ્યોરેંસ વીમા પ્રીમિયમ, એજ્યુકેશન લોન અને હોમ લોન જેવા ખર્ચ પણ કેટલાક અન્ય વિકલ્પ છે જે તમારી આવક પર કપાતનો લાભ આપી શકે છે અને તમારા દેનદારી ઘટાડી શકે છે.  આ ઉપરાંત જૂના ટેક્સ રિજીમને પસંદ કરનારા ટેક્સપેયર્સ ઈનકમ ટેક્સની ધારા  80D, 80G અને 80CCD(1B) ના હેઠળ વધારાના લાભ પણ પ્રાપ્ત કરી શકો છો. આ માટે તમે નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો.  
 
મિનિમમ ઈનવેસ્ટમેંટ ડેડલાઈન 
પીપીએફ અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) જેવી સરકારી નાની બચત યોજનાઓ માટે વાર્ષિક ધોરણે અનુક્રમે રૂ. 500 અને રૂ. 250 નું લઘુતમ રોકાણ કરવું જરૂરી છે. જો તમે નાણાકીય વર્ષમાં આ લઘુત્તમ થાપણ ચૂકી ગયા છો, તો તમારા એકાઉન્ટને ડિફોલ્ટ તરીકે ચિહ્નિત કરવામાં આવી શકે છે. આવા ખાતાઓને સક્રિય કરવા બદલ દંડ પણ લગાવી શકાય છે. તેથી, જો તમે આવી યોજનામાં રોકાણ કર્યું છે પરંતુ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તેમાં ઓછામાં ઓછી રકમનું રોકાણ કર્યું નથી, તો તમારી પાસે ડિફોલ્ટિંગ અથવા પેનલ્ટી ભરવાનું ટાળવા માટે 31 માર્ચ 2024 સુધીનો સમય છે.
 
ટીડીએસ ફાઈલિંગ સર્ટિફિકેટ 
ટેક્સપેયર્સને 31 માર્ચ 2024 પહેલા ટીડીએસ સર્ટીકિકેટ રજુ કરવુ પડશે. તેમને વિવિધ ધારા દ્વારા કાપવામાં આવેલા ટેસ્ક ડિડક્શન વિશે પણ ડિટેલ આપવી પડશે. આ ઉપરાંત 31 માર્ચ પહેલા ફાઈલિંગ રસીદ સ્ટેટમેંટ પણ આપવુ જરૂરી રહેશે. 
 
ફાસ્ટેગ કેવાઈસીની ડેડલાઈન 
તાજેતરમાં FASTag યુઝર્સની સમસ્યાઓને જોતા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એ FASTag KYC ડિટેલ અપડેટ કરવાની ડેડલાઈન 29 ફેબ્રુઆરીથી વધારીને 31 માર્ચ 2024 કરી દીધી છે.