ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી : , શુક્રવાર, 25 જૂન 2021 (13:35 IST)

Gold Price Today : સોનાની કિમંતોમાં ભારે ઘટાડો, રેકોર્ડ હાઈથી 9200 રૂપિયા સસ્તુ વેચાય રહ્યુ છે સોનુ

Gold-Silver Price Updates : સોનાનો ટ્રેન્ડ ઘટ્યો છે. ગયા અઠવાડિયે વેપારમાં સોનામાં ઘટાડાનો ટ્રેંડ રહ્યો.  રૂપિયાના મૂલ્યમાં સુધારો થવાને કારણે સોનાના ભાવમાં છેલ્લા વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી શરાફા બજારમાં ગુરુવારે સોનું રૂ 93 રૂપિયાના ઘટાડા સાથે 46,283 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયુ છે. થોડા દિવસ પહેલા સોનું રૂ 46,376 પ્રતિ દસ ગ્રામ બંધ રહ્યુ હતુ.. જોકે ચાંદી રૂ. Rs 99 વધી રૂ.  66,789 પર પ્રતિ કિલો થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા બંધ ભાવ રૂ 66,690 હતો.
 
ગોલ્ડ ફ્યુચર પણ 47,000 ની આસપાસ ચાલીરહ્યું છે. આ રીતે સોનું તેની રેકોર્ડ હાઈ 56,200 થી લગભગ 9,200 રૂપિયા સસ્તું છે. ગયા મહિને, સોનામાં વધારાને કારણે સોનાએ વધુ  રિકવરી કરી હતી, પરંતુ કોરોનાના ઘટતા કેસોને પગલે રોકાણકારોની ધારણામાં સુધારો અને તેઓ થોડો વિખેરાઇ ગયા
 
વાયદા બજારમાં કિમંત ઘટી 
 
નબલી હાજર માંગ વચ્ચે સ્ટોરિયાઓએ પોતાના સોદાનો આકાર ઘટાવ્યો જેનાથી સ્થાનીક વાયદા બજારમાં ગુરૂવારે સોનાનો ભાવ 86 રૂપિયાના ઘટાડા સાથે 46,986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં ઓગસ્ટમાં મહિનાની ડિલિવરી માટે સોનાની કિમંત રૂ. 86 એટલે કે  0.18 ટકા ઘટીને રૂ. 46,986 પર પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ તેમાં 10,864 લોટ માટે વેપાર થયો.