રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (16:31 IST)

ગુજરાત બજેટ : આદિજાતિનાં સર્વાંગી વિકાસ માટે 14106 કરોડની જોગવાઇ

અનૂસુચિત જાતિનાં ખાનગી પ્રાથમિક શાળામાં ધો.1થી 8નાં કુમારો અને ધો. 1થી 5ની કન્યાઓને 500 તથા 6થી 8ની કન્યાઓને 750 રૂ.ની શિષ્યવૃત્તિ માટે અને તમામ વિદ્યાર્થીઓને 600 રૂ. ગણવેશ સહાય  આપવાની શરૂવાત કરી છે. જે માટે 1.3 કરોડની જોગવાઇ. અનુસૂચિત અને વિકસિત જાતિનાં છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન વિલ પેટે માસિક 1200 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તે વધારીને 1500 આપવામાં આવશે. જે માટે 21 કરોડની જોગવાઇ. આ સાથે ધો.9માં અભ્યાસ કરતી વિકસતી જાતિની અંદાજે 1.60 લાખ કન્યાઓ અને અનુસૂચિત જાતિની 22500 કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવા 80 કરોડની જોગવાઇ,
નાણામંત્રીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અંદાજિત 5 લાખ લાભાર્થી વિધવા બેહનોને સહાય આપવા માટે 500 કરોડની જોગવાઇ. આ સાથે બેટી બચાવો બેટી ભણાવો અંતર્ગત વ્હાલી દીકરી યોજના માટે 50 કરોડની જોગવાઇ. મહિલા હેલ્પલાઇન દીકરીઓ અને બહેનોની મદદ માટે 12 કરોડની જોગવાઇ છે.  આ સાથે આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં બાળકો, ઘાત્રી માતાઓ સહિત અંદાજિત 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફતે ફ્લેવર્ડ દૂધ આપવા માટે કુલ 342 કરોડની જોગવાઇ છે.  નાણામંત્રીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અંદાજિત 5 લાખ લાભાર્થી વિધવા બેહનોને સહાય આપવા માટે 500 કરોડની જોગવાઇ. આ સાથે બેટી બચાવો બેટી ભણાવો અંતર્ગત વ્હાલી દીકરી યોજના માટે 50 કરોડની જોગવાઇ. મહિલા હેલ્પલાઇન દીકરીઓ અને બહેનોની મદદ માટે 12 કરોડની જોગવાઇ છે.  આ સાથે આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં બાળકો, ઘાત્રી માતાઓ સહિત અંદાજિત 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફતે ફ્લેવર્ડ દૂધ આપવા માટે કુલ 342 કરોડની જોગવાઇ છે.   વડોદરા માટે નાણામંત્રીએ જણાવ્યું કે, 'એસએસજી હૉસ્પિટલ વડોદરા ખાતે 180 કરોડનાં ખર્ચે 600 પથારીની નવી મેટરનિટી ચાઇલ્‍ડ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત જેના માટે 50 કરોડની જોગવાઈ.' નાણામંત્રીએ વિદ્યાર્થીઓ માટે કહ્યું કે, 'ધો. 1થી 8નાં આશરે 43 લાખ બાળકોને મદ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઇ. કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત 200 કરોડની જોગવાઇ.' આ સાથે તેમણે મા અને વાત્સલ્ય યોજનાની વાત કરતા જણાવ્યું કે, આશરે 77 લાખ કુટુંબની નોંધણી થયેલ છે. જે માટે 1105 કરોડની જોગવાઇ છે. નાણામંત્રીએ જણાવ્યું કે, જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભની ગુણવત્તા સુધારવા માટે ભાડભૂત બેરેજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યોજના અંતર્ગત કુલ 400 કરોડની જોગવાઇ છે. આ સાથે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ માટે 750 કરોડની જોગવાઇ. માઇક્રો ઇરિગેશન સિસ્ટમ મારફતે સિંચાઇ કરશે તે ખેડૂત જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં 50 ટકા રાહત આપવામાં આવશે.