શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2023 (13:36 IST)

આ છે ભારતમાં વેચાનારા 110cc સેગમેંટના ટૉપ 5 સ્કુટર

top 5 selling scooters in the 110cc segment in India
top 5 schooter in India
ભારતીય બજારમા 100-110 cc સ્કૂટર્સની ખૂબ ડિમાંડ છે. તેમની બજારમાં 60 ટકા ભાગીદારી છે. આ સ્કૂટર્સને લોકો એ માટે વધુ પસંદ કરે છે કારણ કે આ તેમના બજેટમાં ફિટ બેસે છે અને બીજુ તેમા સારા ફીચર્સ પણ મળે છે.  ચાલો જાણીએ ભારતમાં વેચાનારા ટૉપ-5 બેસ્ટ સ્કુટરો વિશે... 
 
Honda Activa 
Honda Activa ઘણા વર્ષોથી ભારતીય લોકોના દિલ પર રાજ કરી રહ્યુ છે. તે હજુ પણ ભારતીયોની પ્રથમ પસંદગી છે. Activa 6Gને 109.51cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન મળે છે, જે 7.73 bhpનો પાવર અને 8.90 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 75,347 રૂપિયાથી 81,348 રૂપિયા સુધીની છે.
 
TVS Jupiter
TVS Jupiter એક ફેમિલી સ્કૂટર છે. તેમાં 109.7cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે. આ એન્જિન 7.7 bhpનો પાવર જનરેટ કરે છે અને CVT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 72,190 રૂપિયાથી 88,498 રૂપિયા સુધીની છે.
 
Hero Pleasure Plus
Hero Pleasure Plus સ્કૂટર મહિલાઓમાં લોકપ્રિય છે. તે 110.9cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, FI એન્જિન મેળવે છે, જે 7.9 bhpનો પાવર અને 8.70 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ સ્કૂટર વજનમાં હલકું છે. પ્લેઝર પ્લસની એક્સ-શોરૂમ કિંમત 69,638 રૂપિયાથી 78,538 રૂપિયા સુધીની છે.
 
Honda Dio
Honda Dioનો દેખાવ ઘણો સારો છે. તે પુરૂષ અને સ્ત્રી બંને રાઇડર્સ દ્વારા પસંદ કરવામાં આવે છે. તેમાં 109.51cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 7.6 bhpનો પાવર અને 9 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે CVT ગિયરબોક્સનું જોડાણ કરવામાં આવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 68,625 રૂપિયાથી 72,626 રૂપિયાની વચ્ચે છે.
 
Hero Xoom
110cc સ્કૂટર સેગમેન્ટમાં Hero Xoom એ તાજેતરમાં પ્રવેશ મેળવનાર છે. આ સ્કૂટરમાં 110.9cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે. આ એન્જિન 8.05 bhpનો પાવર અને 8.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 69,099 થી રૂ. 77,199 વચ્ચે છે.