શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2019 (10:46 IST)

જેટના ભાવિનો આજે આજે ફેંસલો

જેટ ઍરવેઝ માટે સોમવાર ભારે મહત્ત્વનો દિવસ છે. સંકટગ્રસ્ત ઍરલાઇન પર તાળું લગાવી દેવાશે કે ઉડાણ ભરશે તે આજે નક્કી થશે. કંપનીનું મૅનેજમેન્ટ 1500 કરોડ રૂપિયાની મદદ તેમજ નવી પરિયોજનાને અંગે આજે લેણદારોને મળશે.
 
જો, લેણદારો કંપનીને નવું ફંડ આપવાનો ઇન્કાર કરે કે મોડું કરે તો એનો એવો અર્થ થશે કે જેટનાં તમામ વિમાન જમીન પર જ રહેશે. આ દરમિયાન જેટના પાઇલટ અને કર્મચારીઓ મુંબઈમાં સ્થિત કંપનીના વડા મથકે એકઠા થવાના છે. જો તેમની માગ નહીં સંતોષાય તો તેઓ હડતાળ પર ઊતરે એવી ભીતિ છે.
 
નોંધનીય છે કે જેટ ઍરવેઝ આર્થિક તંગીનો સામનો કરી રહી છે અને પોતાના કર્મચારી, પાઇલટ તેમજ ક્રૂ મેમ્બર્સને પગાર આપી શકે એમ નથી. નારાજ પાઇલટ 1 એપ્રિલથી હડતાળ પર ઊતરવાના હતા. જોકે, કંપની દ્વારા આશ્વાસન મળતા બાદ 15 એપ્રિલ સુધી હડતાળ ટાળવાનું નક્કી કરાયું હતું.