શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (20:07 IST)

Mahindra Javelin નામને કરાવ્યુ ટ્રેડમાર્ક, નવી એસયૂવી કે સ્પેશલ એડિશન ?

Mahindra એ તાજેતરમાં જ  Mahindra Javelin નામને ટ્રેડમાર્ક કરાવ્યુ છે. એવુ કહેવાય છે કે જૈવલિન (ભાલા ફેંક) માં ગોલ્ડ લાવનારા નીરજ ચોપડાથી પ્રેરિત થઈને આ નામ અને Javelin by Mahindra નામને ટ્રેડમાર્ક કરાવ્યુ છે. જો કે કંપનીનુ આ નામ પરથી નવી એસયૂવી લાવશે કે પછી ખેલાડીઓથી પ્રેરિત થઈને વર્તમાન મોડલનુ સ્પેશલ એડિશન લાવશે ? 
 
Mahindra એ હાલ આ અંગે કોઈ ચોખવટ કરી નથી. બંને નામને 9 ઓગસ્ટના રોજ રજિસ્ટર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલંપિક 2020માં 7 ઓગસ્ટના રોજ નીરજ ચોપડા જૈવલિન પ્રતિસ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો અને તેમના પ્રદર્શનથી પ્રભાવિત થઈને કંપનીએ તેમને એક XUV700 આપવાની જાહેરાત કરી હતી. 
 
આ બધી બાબતોને જોડીને જોવામાં આવે તો લાગે છે કે એવું લાગે છે કે Mahindra Javelinનું નામ XUV700 સાથે સંકળાયેલું છે અને તે આવનારા દિવસોમાં ખેલાડીઓને આપવા ઉપરાંત એક વિશેષ એડિશન પણ હોઈ શકે છે.  જેને ગોલ્ડ જીતનારા નીરજ ચોપડાને સમર્પિત કરી શકાય છે. આવનારા દિવસોમાં તેની ચોખવટ થશે.