શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (09:19 IST)

8 મહિનાના પ્રતિબંધ બાદ એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડને લઇને બનાવ્યો પ્લાન, દર મહિને 5 લાખ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપશે

મુંબઈ: ભારતમાં સૌથી વધુ ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી એચડીએફસી બેંકે જાહેરાત કરી છે કે તે ફેબ્રુઆરી-2022થી શરૂ કરીને પોતાના પોર્ટફોલિયોમાં દર મહીને  પાંચ લાખ નવા ક્રેડીટ કાર્ડનો ઉમેરો કરશે. આ કારણે તેને પોતાનો માર્કેટ શેર ફરીથી હાંસલ કરવામાં સહાય થશે અને 9થી 12 માસના ગાળામાં ક્રેડીટ કાર્ડ ઈસ્યુઈંગ બિઝનેસમાં તેની લીડરશિપ પોઝિશન મજબૂત થશે.
 
એચડીએફસી બેંકે એવી 20 પહેલહાથ ધરી છે કે જે 6 થી 9 માસમાં તેની વૃધ્ધિને વેગ આપશે. આમાં ફાર્મા, ટ્રાવેલ,એફએમસીજી, હૉસ્પિટાલિટી, ટેલિકોમ અને ફિનટેક કંપનીઓ સાથે મળીને  નવાં કો-બ્રાન્ડેડ કાર્ડ લોંચ કરવાનો સમાવેશ થાય છે. બેંક આગામી 9 માસમાં તેનાં કાર્ડની હાલની રેન્જમાં સુધારો કરી રહી છે અને નવી કંપનીઓ સાથે વ્યુહાત્મક ભાગીદારી માટે પણ સજજ બની છે.
 
ક્રેડીટ કાર્ડ પ્રોડકટસના નવા અને વિસ્તૃત સમૂહ મારફતે તે વ્યાપક બજારથી માંડીને અલ્ટ્રા પ્રિમિયમ સેંગમેન્ટમાં દરેકને માટે કશુંક પ્રદાન કરશે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે બંધ બેસે તેવી પ્રોડકટસ રજૂ કરવામાં આવશે.
 
એચડીએફસી બેંકના પેમેન્ટસ, કન્ઝયુમર ફાયનાન્સ, ડિજિટલ બેકીંગ અને આઈટી વિભાગના ગ્રુપ હેડ પરાગ રાવ જણાવે છે કે “અમે છેલ્લાથોડાક મહીના ભવિષ્યની જરૂરિયાતોમાટે સજજ થવામાં વિતાવ્યા છે.નિયમન તંત્ર તરફથીનિયંત્રણ લાદવામાં આવતાઅમે એ સમયનો નવી વ્યુહરચના ઘડી કાઢવામાં ઉપયોગ કર્યો છે. અમે નવી ઓફરોની સાથે સાથે હાલનાં કાર્ડ સાથે અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ અને પ્રચંડ વેગ સાથે પાછા ફરી રહયા છીએ. ”
 
એચડીએફસી બેંક ક્રેડીટ કાર્ડમાં મજબૂત હિસ્સા સાથે ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરવામાં તથા બિઝનેસ હસ્તગત કરવામાં મોખરે છે. આ બેંક દેશની સૌથી મોટી ક્રેડીટ કાર્ડ ઈસ્યુઅર છે અને તેણે છેલ્લા 8 માસથી  મજબૂત તાકાત અને સ્થિતિસ્થાપકતા  દર્શાવીને કાર્ડ પોર્ટફોલિયોમાં તેની લીડરશિપ અને  મોખરાનુ સ્થાન  જાળવી રાખ્યું  છે.
 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના બેંકની મજબૂતી દર્શાવતા કેટલાક મહત્વના આંકડા નીચે મુજબ છે 
 
·એચડીએફસી બેંક ક્રેડીટ કાર્ડ મારફતે થતો ખર્ચ તેની નજીકના સ્પર્ધકની તુલનામાં 1.5 ગણો છે.
·એચડીએફસી બેંકપોતાના નજીકના સ્પર્ધક કરતાં 1.2  ગણી વધુ સંખ્યામાં ક્રેડીટ કાર્ડ ધરાવે છે
·ટોચની 6 બેંકોમાં એચડીએફસી બેંકના કાર્ડ મારફતે કરવામાં આવતો ખર્ચ સૌથી વધુ છે. (સીઆઈએફ અને ખર્ચની બાબતમાં)
 
મર્ચન્ટ એકવાયરીંગ ક્ષેત્રે પણ બેંક પ્રભાવી સ્થાન ધરાવે છે.
·રિઝર્વ બેંકના ડેટા અનુસાર એચડીએફસી બેંકેતેના મર્ચન્ટ એકવાયરીંગ બિઝનેસમાં સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યુ છે. જૂન 2021ની સ્થિતિએ  કુલ બજાર હિસ્સાનો 47.9 ટકા માર્કેટ શેર ધરાવે છે.
·ફ્રેન્ચાઈઝી ડેટા મુજબ તે બેસ્ટ બુક ક્વોલિટી ધરાવે છે. તે મર્ચન્ટ દીઠ સર્વોચ્ચ થ્રુ-પુટ પણ ધરાવે છે.
·તેનુ સ્મોલ હબ પ્લેટફોર્મ ઈન્ટીગ્રેટેડ બેંકીંગ અને પેમેન્ટ રેન્જ માટે તમામ મર્ચન્ટ કેટેગરી અને કદ મુજબ ટેઈલર-મેઈડ વ્યવસ્થા ધરાવે છે.
 
એચડીએફસી બેંક 3.67 કરોડ ડેબીટ કાર્ડઝ,1.48 કરોડ ક્રેડીટ કાર્ડ અને 21.34 લાખ સ્વીકાર પોઈન્ટ ધરાવે છે અને આસ્થિતિ તેને દેશમાં કેશલેસ પેમેન્ટ માટેનુ સૌથી સુગમ વ્યવસ્થાતંત્ર બનાવે છે. 5.1 કરોડથી વધુ ક્રેડીટ કાર્ડઝ, ડેબીટ કાર્ડઝ અને પ્રિપેઈડ કાર્ડઝ સાથે તે દરેક માર્કેટ સેગમેન્ટની જરૂરિયાત હલ કરે છે. ભારતમાં ક્રેડીટ કાર્ડ મારફતે ખર્ચાતો દર ત્રીજો રૂપિયો એચડીએફસી બેંક કાર્ડઝ મારફતે ખર્ચાય છે.
 
વિતેલાં વર્ષોમાં બેંકે  ભારતની કન્ઝમ્પશન સ્ટોરીમાં નોંધપાત્ર ભૂમિકા બજાવી છે.તહેવારોની આગામી સિઝનમાં અગાઉ કરતાં વધુ જરૂરિયાત છે ત્યારે કદાચ તે ભૂમિકા બહેતર રીતે બજાવવામાં સહાયક બનશે.