બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 6 જૂન 2019 (11:00 IST)

સતત 8માં દિવસે ઘટ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો શુ છે આજનો રેટ

. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 8માં દિવસે ગુરૂવારે ઘટ્યા છે. દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલના ભાવમાં 0.16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંઘાયો છે.  બીજી બાજુ ડીઝલના ભાવમાં 0.34 પૈસા પ્રતિ લીટરની કમી આવી છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ગુરૂવારે 71.07 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 65.22 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. 
 
ગુરૂવારે ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો નોંઘાયો છે અને ડીઝલમાં 36 પૈસા પ્રતિ લીટરની કમી થઈ છે. ચેન્નઈમાં ગુરૂવારે પેટ્રોલના ભાવ 73.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 69 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 76.76 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી બાજુ ડીઝલના ભાવ 68.39 રૂપિયા પ્રતિ લીટર છે. 
 
બજારના વિશેષજ્ઞ જણાવે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવનારા દિવસોમાં વધુ કમી થવાની શક્યતા છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફરીથી નરમી આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈંટરકાંટિનેટલ એક્સચેંજ પર બૈચમાર્ક કાચુ તેલ બ્રૈટ ક્રૂડના ઓગસ્ટ ડિલીવરી કરારમાં બુધવારે પાછલા સત્રના મુકબાલે 0.44 ટકાની કમજોરી સાથે 61.70 ડોલર પ્રતિ બૈરલ પર વેપાર ચાલી રહ્યો હતો.