ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (20:38 IST)

ઇન્ફીબીમ એવન્યૂઝને ખરીદશે રિલાયન્સ, જિયો સાથે ડીલની સંભાવના

અમદાવાદ સ્થિત ફાઇનાશિયલ કંપની ઇન્ફીબીમ એવન્યૂઝમાં મેજોરિટી સ્ટેક ખરીદવામાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે દાખવી છે. માર્કેટ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંને કંપનીઓ વચ્ચે રિટેલ પેમેન્ટ સિસ્ટમ ઉભી કરવા માટે પહેલાં જ કરાર થઇ ગયો છે અને હવે રિલાયન્સ પોતાની સબ્સિડિયર જિયો પ્લેટફોર્મ દ્વારા ઇન્ફીબીમ એવન્યૂઝની મેજોરિટી ભાગ ખરીદવાની તૈયારી કરી રહી છે. જોકે ઇન્ફીબીઝએ આ ડીલની મનાઇ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે ઇંફીબીમ એવન્યૂઝના હાલના વેલ્યૂએશન 6,790 કરોડ રૂપિયા કરતાં વધુ છે. 
 
ઇન્ફીબીમ એવન્યૂઝના એમડી વિશાલ મહેતાએ આ ડીલને અફવા ગણાવતાં કહ્યું કે આ ફક્ત માર્કેટમાં ચાલી રહેલી અફવા છે. તેમણે આગળ કહ્યું કે હા એ સાચું છે કે રિલાયન્સ સાથે અમે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. અમે પબ્લિક લિસ્ટેડ કંપની છીએ, એટલા માટે તેના વધુ કોમેન્ટ ન કરી શકીએ. 
 
ઇન્ફીબીમ એવન્યૂઝની વાત કરી તો ફાઇનાશિયલ ટેક્નોલોજી કંપનીના રૂપમાં ઇન્ફીબીમ સાથે હાલમાં 30 લાખથી વધુ ગ્રાહક જોડાયેલા છે. નાણાકીય વર્ષ 2020-21 માં કંપનીના પેમેન્ટ ગેટવે દ્વારા લગભગ 1.40 લાખ કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન થયા હતા. આ વર્ષે કંપનીના ગ્રોસ રેવેન્યૂ 676 કરોડ રૂપિયાની આસપાસ હતું. 
 
થોડા સમય પહેલાં જ રિલાયન્સ પ્લેટફોર્મ્સ અને ઇન્ફીબીમ એવન્યૂઝ પેમેન્ટ નેટવર્ક ઉભું કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા પાસેથી અમ્બ્રેલા એંટિટી માટે લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે. ભારતમાં વધી રહેલા ડિજિટલ પેમેન્ટ સ્પેસને કેપિલાઇઝ્ડ કરવા અને આગળ વધવા માટે ગૂગલ, ફેસબુક, રિલાયન્સ જિયો અને ઇન્ફીબીમ સાથે જોડાયેલા છે. 
 
તાજેતરમાં જ 10 ઓક્ટોબરના રોજ રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકી કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડએ 5,792 કરોડ રૂપિયામાં નોર્વેના REC ગ્રુપના અધિગ્રહણ કર્યું હતું. આ પ્રકારે શાપોરજી પાલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ  (SPCPL), ખુરશેદ દારૂવાલા અને સ્ટલિંગ એન્ડ વિલ્સન સોલર લિમિટેડ (SWSL) ની લગભગ 2,8,45 કરોડ રૂપિયામાં 40 ટકા ભાગીદારી કરી છે. તમને જણાવી દઇએ કે આ બંને ડીલ એક જ દિવસમાં થઇ હતી. જાણકારોના અનુસાર રિલાયન્સ ગ્રુપ આગામી દિવસોમાં અન્ય કંપનીઓમાં ભાગીદારી લેવાના મૂડમાં છે.