શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (16:26 IST)

Air India Sale Live Updates : ટાટા ગ્રુપની થઈ એયર ઈંડિયા, જાણો સંપૂર્ણ ડિટેલ

Air India Disinvestment: મોદી સરકારે જુલાઈ 2017 માં એર ઈન્ડિયાને વેચવાનો નિર્ણય કર્યો અને ત્યારથી પ્રયાસો ચાલુ છે. ચાર વર્ષના પ્રયત્નો બાદ આજે એર ઇન્ડિયાને નવો માલિક મળ્યો. એર ઇન્ડિયાને લઈને સૌથી મોટી બોલી કોણે લગાવી છે, જેને લઈને DIPAM ના સચિવ તુહિનકાંત પાંડે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી કે  ટાટા સન્સે એર ઇન્ડિયા માટે સૌથી મોટી બોલી લગાવી છે.
 
એયર ઇન્ડિયા માટે ટાટા સન્સે 18000 કરોડની બોલી લગાવી હતી. માનવામાં આવે છે કે આ ટ્રાંજેક્શન ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે. એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર નિર્ણય કર્યો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે.