મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (16:08 IST)

Mahindra XUV 700 મહિન્દ્રાની આ ગાડીમાં એવું તો શું છે ખાસ?

મહિન્દ્રાની XUV700ને લઈને ખરીદદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લૉન્ચ પ્રાઈઝ પર તેનું બુકિંગ આજે શરૂ થયું અને માત્ર 57 મિનિટમાં 25,000 બુકિંગ થઈ ગઈ જે ભારતીય ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં એક ઉપલબ્ધિ છે. XUV700 આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ ગાડી છે. કંપનીએ નવરાત્રિના પ્રથમ દિવસે XUV700નું બુકિંગ ઓપન કર્યું હતું અને એક કલાક કરતા પણ ઓછા સમય (57 મિનિટ)માં તમામ બુકિંગ ફુલ થઈ ગઈ.