શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હીઃ , ગુરુવાર, 29 નવેમ્બર 2018 (09:11 IST)

એસબીઆઈએ એફડી પર વ્યાજ દરોમાં કર્યો બદલાવ

એસબીઆઈએ એફડી પર વ્યાજ દરોમાં બદલાવ કર્યો છે. આ અંતર્ગત એસબીઆઈએ અલગ અલગ અવધીની એફડી પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. નવા વ્યાજદરો આજથી લાગૂ થઈ ગયા છે. આ પહેલા એસબીઆઈએ જૂલાઈ, 2018માં એફડી પર વ્યાજદરોમાં બદલાવ કર્યો હતો. આ પહેલા એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અને એક્સિસ બેંકે એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. ત્યારે એવામાં એસબીઆઈ પર વ્યાજ દરોમાં વધારો કરવાનું દબાણ હતું.
 
નવા દર અનુસાર હવે એક વર્ષથી વધારે સમયગાળાની એફડી પર 6.8 ટકા વ્યાજ મળશે. જ્યારે 3 વર્ષની એફડી પર લોકોને 6.80 ટકા વ્યાજ મળશે. પહેલા આ દર 6.75 ટકા હતો. આ નિર્ણય 28 નવેમ્બર એટલે કે આજથી જ લાગુ કરી દેવામાં આવશે. આ વર્ષે દેશની તમામ મુખ્ય બેન્કો એફડી પર વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. એચડીએફસી, એક્સિસ, પીએનબી, બેન્ક ઓફ બરોડા, ઈંડસઈંડ બેન્ક વગેરે આ લીસ્ટમાં સામેલ છે.