શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2024 (11:07 IST)

એક્ઝિટ પોલથી ખીલી ઉઠ્યુ સ્ટૉક માર્કેટ, સેંસેક્સ 2595 અંક ઉછળ્યુ, નિફ્ટી 23,300 ને પાર, આ સ્ટોક્સ ચમક્યા

sensex
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા, એનડીએ સરકારની રચનાની આગાહી કરતા એક્ઝિટ પોલ સાથે સ્થાનિક શેરબજાર સોમવારે ધમાકા સાથે ખુલ્યું છે.  બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 2595 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 2594.53 પોઈન્ટના મજબૂત વધારા સાથે ખુલ્યો હતો અને 7655.84 ના સ્તરે શાનદાર રીતે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 788.85 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 23319.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વ્યાપક સૂચકાંકો પોઝીટીવ તરફ ખુલ્યા. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 1905.90 પોઈન્ટ અથવા 3.89% વધીને 50,889.85 પર ખુલ્યો હતો.
 
આ સ્ટૉક્સ પર હલચલ 
નેશનલ સ્ટૉક એક્સચેંજ (એનએસઈ)ના નિફ્ટી 50 ઈંડેક્સ પર અડાની પોર્ટ્સ એંડ એસઈજેડ, અડાની એંટરપ્રાઈઝેસ, શ્રીરામ ફાઈનેંસ, પાવર ગ્રિડ કૉર્ડ અને એનટીપીસી સૌથી વધુ ફાયદામાં વેપાર કરતા જોવા મળ્યા. જ્યારે કે આયશર મોટર્સ નિફ્ટી 50 ઈંડેક્સ પર એકમાત્ર ગબડતો શેર રહ્યો.  1 જૂનના રોજ, મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળની NDA 2024ની લોકસભા ચૂંટણીમાં 543 માંથી 350 થી વધુ બેઠકો જીતી શકે છે. રોકાણકારોએ વિવિધ ક્ષેત્રોમાં ભારે ખરીદી કરી હતી અને મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ લગભગ 4 ટકાના વધારા સાથે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.
 
કંપબીઓનુ બજાર પુંજીકરણ વધ્યુ 
આ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેંજ પર સૂચીબદ્ધ બધી કંપનીઓનુ બજાર પુંજીકરણ 1.1 લાખ કરોદ રૂપિયા વધીને  423.21 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ.  લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂન મંગળવારના રોજ આવવાના છે. આ પહેલા માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ ઘણો મજબૂત દેખાય છે. તમને જણાવી દઈએ કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 31 મેના રોજ રૂ. 1,613.24 કરોડની ભારતીય ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ મહિનાના છેલ્લા દિવસે રૂ. 2,114.17 કરોડની ઇક્વિટી ખરીદી હતી.  રોકાણકારો અપેક્ષા રાખે છે કે મોદી આર્થિક વૃદ્ધિ ચાલુ રાખવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ પર ખર્ચ કરે.