રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (09:30 IST)

Market Live Update: મોટા ઘટાડા સાથે ખુલ્યુ શેયર બજાર, સેંસેક્સ 1500, નિફ્ટી 450 અંક તૂટ્યુ

ગયા શુક્રવારે શેયર બજારને આપણે બ્લેક ફ્રાઈડેથી રોમાંચક ફ્રાઈડે બનતા જોયુ.   આજે એટલે કે સોમવારે 16 માર્ચના રોજ શેયર બજાર પર કોરોનાનો પ્રભવ જોવા મળ્યો. ઘરેલુ શેયર બજાર ઘટાડા સાથે ખુલ્યુ.  સેંસેક્સ 1000 અંક તૂટીને  33,103.24 ના સ્તર પર ખુલ્યુ તો બીજી બાજુ નિફ્ટી 367 અંકોના ઘટાડા સાથે 9,587.80 સ્તર પર.  પ્રી ઓપનિંગમાં જ સેંસેક્સ સવારે નવ વાગીને 12 મિનિટ પર 1000 અંકોનો ગોતા લગાવી ચુક્યો હતો.  શરૂઆતી વેપારમાં સેંસેક્સ 1545 અંકોના ગોતા લગાવી ચુક્યુ છે અને  તે 32,557.64 ના સ્તર પર આવી ગયુ. 
 
9.30 વાગ્યે સેંસેક્સ 32,146.59 ના સ્તર પર વેપાર કરી રહ્યુ છે. અહી અત્યાર સુધી 1956 અંક તૂટી ચુક્યો છે.  બીજી બાજુ નિફ્ટી 9,432.45ના સ્તર પર આવી ગયુ છે.  અત્યાર સુધી  522.75 અંકોના નુકસાન સાથે વેપાર કરી રહ્યુ છે. નિફ્ટી 50ના 49 શેયર આ સમયે લાલ નિશાન પર વેપાર કરી રહ્યા છે. બીજી બાજુ સેંસેક્સનો કોઈપણ સ્ટોક લીલા નિશસન પર નથી. 

બીએસઈ પર ઓટો ઈન્ડેક્સ 4.23 ટકા, મેટલ ઈન્ડેક્સ 5.97 ટકા, આઈટી ઈન્ડેક્સ 3.93 ટકા જ્યારે રિયલિટી ઈન્ડેક્સ 5.79 ટકા પડકાઈને કારોબાર કરી રહ્યા છે. જ્યારે બીસઈએ પણ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.69 ટકા અને 5.15 ટકા પટકાઈને કારોબાર કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા ગત શુક્રવારે શેર બજારમાં ‘બ્લેક ફ્રાઇડે’ જોવા મળ્યું હતું. કોરોના વાયરસના કારણે વિશ્વભરના રોકાણકારોમાં ભયનો માહોલ છે જેના કારણે માર્કેટમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી રહી છે.
 
માર્કેટમાં કડાકાને પગલે દેશની દિગ્ગ્જ કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સપ્તાહ દરમિયાન ટીસીએસની માર્કેટ કેપિટલ 1,16,549.07 કરોડ રૂપિયાથી ઘટીને 6,78,168.49 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલ 1,03,425.15 કરોડ રૂપિયાથી ઘટીને 7,01,693.52 કરોડ રૂપિયા પર આવી ગઈ.