સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (10:31 IST)

શેર માર્કેટ ઘડામ - 1407 અંક ગબડ્યો સેંસેક્સ, નિફ્ટી 11000ની નીચે, યસ બેંકના શેર 25 ટકા ગબડયા

માર્ચના પ્રથમ અઠવાડિયાના અંતિમ વેપારના દિવસે શુક્રવારે શેર બજારમાં કોહરામ મચ્યો છે. ભારે ઘટાડા સાથે ખુલેલા શેયર બજારમાં સેંસેક્સ 1407 તૂટીને 38000ની નીચે આવી ગયો. તો બીજી બાજુ નિફ્ટી 11000ની નીચે આવી ચુક્યો હતો. યસ બેંકના શેયર લગભગ 25 ટકા તૂટીને 27.60 રૂપિયા પર વેપાર કરી રહ્યા છે. 
 
આવો રહી મોટા શેરની સ્થિતિ                    
 
આજે તમામ સેક્ટર લાલ નિશાન પર ખુલ્યા છે. આમાં મીડિયા, આઈટી, ફાર્મા, એફએમસીજી, રિયલ્ટી, પીએસયુ બેંક, ખાનગી બેંક, Autoટો અને મેટલ શામેલ છે. ટોચના 10 ઘટતા શેરોમાં વેદાંત લિમિટેડ, જેએસડબ્લ્યુ સ્ટીઝ, ઝી લિમિટેડ, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક, એસબીઆઇ, હિંડાલ્કો, ટાટા મોટર્સ અને કોલ ઇન્ડિયા શામેલ છે.
 
20 ટકા યસ બેંકના શેર 
 
ખાનગી ક્ષેત્રની યસ બેંક એક સમયે રોકાણકારોની સૌથી મોટી પસંદગી રહેતી હતી અને તેના શેર સાતમા આસમાન પર હતા. પણ રિઝર્વ બેંકની તરફથી ફસાયેલા દેવાના ખુલાસા પર ત્રિમાસિક કરવાના નવા નિયમથી યસ બેંકની મુશ્કેલીઓ ધીરે ધીરે વધવા માંડી.  રિઝર્વ બેંકે ગુરૂવારે તેનુ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધુ. ત્યારબાદ આજે શુક્રવારે તેના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર બાજર ખુલવાના થોડાક જ મિનિટમાં જ લગભગ 25 ટકા ગબડીને 26.80 રૂપિયા પર વેપાર કરી રહ્યા છે. 

આ સાથે સરકારે મૂડી સંકટ સાથે સંઘર્ષ કરી રહેલી યસ બેન્કની ખરીદી તરફ આગળ વધવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓને મંજૂરી આપી દીધી છે. આ ઘોષણા બાદ એસબીઆઈનો શેર આજે પણ ઘટતો જોવા મળી રહ્યો છે. 288.50 પર બંધ થયા બાદ આજે 268 ના સ્તરે ખુલ્યો છે