શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (00:55 IST)

પશ્ચિમ રેલવે ચલાવશે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે અન્ય એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવનારા પ્રશંસકો માટે અન્ય એક મોટી ભેટ 
 
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં આયોજિત થનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની અધિક ભીડને સમાયોજિત કરવાના ઉદ્દેશથી મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અન્ય એક જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો આ પ્રકારે છેઃ
 
ટ્રેન નંબર 09015/09016 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
 
ટ્રેન નંબર 09015 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09016 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર, 15 ઓક્ટોબર, 2023 ના રોજ અમદાવાદથી 02.00 કલાકે ઉપડશે અને એ જ દિવસે 10.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. 
 
આ ટ્રેન બંને દિશાઓમાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર અને સેકંડ સિટિંગ શ્રેણીના કોચ રહેશે. 
 
ટ્રેન નંબર 09015 અને 09016 નું બુકિંગ 13 ઓક્ટોબર, 2023 से થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ ઉપર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલશે. રોકાણના સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.